લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, એપ્રીલ 2026 |
3168
અવધ-અસમ એક્સપ્રેસ ટ્રેન, જે આસામના ડિબ્રૂગઢથી રાજસ્થાનના લાલગઢ સુધી દોડતી ટ્રેન નંબર ૧૫૯૦૯/૧૫૯૧૦ અવધ-અસમ એક્સપ્રેસ ખરેખર જાદુઈ લાગે છે. કારણ કે આ ટ્રેન એક જ સમયે ત્રણ-ત્રણ સ્ટેશનો પર જાેવા મળે છે. આ ટ્રેનમાં મુસાફરી કરતા લોકો પણ ઘણીવાર આશ્ચર્યચકિત રહી જાય છે. તો ચાલો જાણીએ આખરે શું છે આ ટ્રેનનું રહસ્ય
જાે તમને પૂછવામાં આવે કે એક ટ્રેન એક સમયે કેટલા સ્ટેશનો પર હોઈ શકે છે, તો મોટાભાગે તમારો જવાબ ‘એક’ જ હશે. સામાન્ય રીતે આ સાચું છે પણ અહીં તમારો જવાબ ખોટો છે. ભારતમાં રોજ એક જ રૂટ પર દોડતી એક જ નંબરની ટ્રેન ત્રણ-ત્રણ સ્ટેશનો પર જાેવા મળે છે. આ સાંભળીને તમને આશ્ચર્ય તો થશે જ, પણ આ હકીકત છે. હવે તમે પણ વિચારતા હશો કે આવું કેવી રીતે શક્ય છે? ચાલો સરળ ભાષામાં સમજીએ આ ટ્રેનનું રહસ્ય.
ભારતમાં ત્રણ પ્રકારની ટ્રેનો દોડે છે. પહેલી લોકલ ટ્રેન, જે દિવસમાં અનેક વખત એક શહેરથી બીજા શહેર સુધી ફરે છે. બીજી એવી ટ્રેન, જે આજે ચાલે અને બીજા દિવસે પોતાના ગંતવ્ય પર પહોંચી જાય અને પછી પાછી આવે. ત્રીજી એવી ટ્રેનો, જે લાંબી મુસાફરી કરે છે અને જેને આખું સફર પૂર્ણ કરવામાં ૨૪ કલાકથી વધુ સમય લાગે છે. ખરેખર છદૃટ્ઠઙ્ઘર છજજટ્ઠદ્બ ઈટॅિીજજ ની સામાન્ય મુસાફરી ૪ દિવસની છે, પરંતુ મુસાફરોની જરૂરિયાતને જાેતા આ ટ્રેન દરરોજ દોડાવવી પડે છે, તેથી આ ટ્રેન સવારે ૧૦:૨૦ કલાકે ડિબ્રૂગઢથી દોડે છે. એ જ સમયે, એ જ નંબરની બીજી ટ્રેન સવારે ૧૦:૪૫ કલાકે બિહારના કટિહાર જંક્શનથી દોડે છે, જે ડિબ્રૂગઢથી ૧૧૬૬ કિમી દૂર છે. આ ટ્રેન એ છે, જે એક દિવસ પહેલા ડિબ્રૂગઢથી નીકળી હતી. એ જ સમયે, ત્રીજી ટ્રેન ૨૨૪૭ કિમી દૂર, સવારે ૧૦:૩૮ કલાકે ઉત્તર પ્રદેશના બરેલી સ્ટેશન પર ઉભી હોય છે. આ ટ્રેન એ છે, જે બે દિવસ પહેલા ડિબ્રૂગઢથી નીકળી હતી. એટલે, એક જ નંબરની ત્રણ ટ્રેનો અલગ-અલગ સ્ટેશનો પર એક જ સમયે જાેવા મળે છે. સામાન્ય રીતે આ સાચું છે પણ અહીં તમારો જવાબ ખોટો છે. ભારતમાં રોજ એક જ રૂટ પર દોડતી એક જ નંબરની ટ્રેન ત્રણ-ત્રણ સ્ટેશનો પર જાેવા મળે છે. આ સાંભળીને તમને આશ્ચર્ય તો થશે જ, પણ આ હકીકત છે.આ ટ્રેન એટલા માટે પણ ખાસ છે, કેમ કે તે લગભગ ૩૧૦૦ કિલોમીટરથી પણ વધુ અંતર કાપે છે. આ ટ્રેન કુલ ૯ રાજ્યોમાંથી પસાર થાય છે – આસામ, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન. તે સમગ્ર રસ્તામાં ૮૮ સ્ટેશનો પર રોકાય છે, જે તેને અન્ય ટ્રેનો કરતાં અલગ બનાવે છે. આ સફર એટલો લાંબો છે કે ટ્રેનને અંતિમ સ્ટેશન સુધી પહોંચવામાં લગભગ ચાર દિવસ લાગી જાય છે.