સાત વર્ષથી લિવ ઈનમાં રહેતી પ્રજ્ઞાચક્ષુ મહિલાની પ્રેમી સામે યૌનશોષણની ફરિયાદ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, મે 2026  |   1881

સાત વર્ષથી ચાર દીકરીઓ સાથે જેનું ભરણ પોષણ કરતો હતો એની સામે જ પ્રજ્ઞાચક્ષુ મહિલાએ યૌન શોષણ અને સોશિયલ મીડિયામાં બદનામ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવકની ધરપકડ તો કરી પરંતુ સામા પક્ષે મહિલાએ મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહીનો ઇનકાર કરી દેતાં પોલીસ વિમાસણમાં મુકાઈ ગઇ હતી. પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર રાજસ્થાનની વતની ૪૭ વર્ષીય હીના તેલી( નામ બદલ્યું છે) છેલ્લા કેટલાક વખતથી ચાર પુત્રીઓ સાથે લસકાણા વિસ્તારમાં રહે છે. હીનાખાતુનને એક આંખે અંધાપો અને બીજી આંખે પણ આછુ પાતળું જ દેખાય છે. પ્રજ્ઞાચક્ષુ કહી શકાય એવી હીનાનો પતિ પણ વિકલાંગ છે. અમદાવાદ રહેતો પતિ સાર સંભાળ રાખતો ન હોય હીના તેણીના ઘર નજીક રહેતા હમ વતની વિજય શર્મા સાથે રીલેશનશીપમાં આવી હતી. રાજસ્થાનના ધોલપુરના વતની વિજય શર્મા રિક્ષા ચાલક છે. તે હીના સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેવા માંડ્યો હતો. હીના ઉપરાંત તેની ચાર દીકરીઓનું ભરણપોષણ પણ વિજય કરતો હતો. ગત માર્ચ મહિનામાં આ હીનાખાતુન વતન રાજસ્થાન ગઇ હતી. દરમિયાન વિજય શર્માને હીનાની ચાર પુત્રી પૈકી એકને ચાલ ચલગતને લઈ ઇશ્યુ થયો હતો. સમજાવવા છતાં એ તરૂણી માની ન હતી. છેવટે વિજયે આ અંગે હીનાને વાત કરી હતી. તેણે હીનાને દીકરીની ચિંતા કરી સુરત આવી જવા દબાણ કર્યું હતું.

દીકરીની વાતને લઇ બંને વચ્ચે ઝઘડો થયો હતો. હીનાએ વાત નહીં માનતા વિજય રોષે ભરાયો હતો. તેણે હીનાની દીકરી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક ટીપ્પણી કરી દીધી હતી. જેમાં વિજયના પાંચ ભાઈઓ અને પિતાએ પણ કોમેન્ટનો મારો ચલાવ્યો હતો. આ જાેઈ હીના રાજસ્થાનના ધોલપુરના પોલીસ મથકે પહોંચી હતી અને પ્રેમી વિજય વિરુદ્ધ યૌનશોષણની ફરિયાદ નોંધાવી હતી. રાજસ્થાનથી આ ફરિયાદ તપાસ માટે લસકાણા પોલીસ મથકે ટ્રાન્સફર કરવામાં આવી હતી. ફરિયાદ સાથે હીનાખુતાન પણ સુરત આવી પહોંચી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઝાલાએ વિજય શર્માની ધરપકડ કરી હતી. બીજી તરફ યૌન શોષણની ફરિયાદ હોવાથી પોલીસે હીનાને મેડિકલ ટેસ્ટ માટે બોલાવી હતી. જાે કે, હીનાએ મેડિકલ તપાસ કરાવવાનો ઈનકાર કરી દેતાં મામલો ગૂંચવાયો હતો. રિક્ષા ચાલક વિજય શર્માની મન: સ્થિતિ પણ નબળી લાગતાં કાર્યવાહી મામલે પોલીસ વિમાસણમાં મૂકાઇ હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution