લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, મે 2026 |
2772
પૂણા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના બદાયુ જિલ્લાના વતની દેવેન્દ્રસિંગ યાદવે ૧૪ વર્ષ અગાઉ તેમની દીકરી રેણુના લગ્ન પ્રયાગરાજમાં રહેતાં પંકજ પટેલ સાથે કરાવ્યા હતાં. પંકજ સાથેના વૈવાહિક જીવનમાં રેણુએ ત્રણ સંતાનોને જન્મ આપ્યો હતો. આ પંકજ પટેલને વર્ષ ૨૦૨૩માં તેના વતનના અભિમાનચંદ્ર જૌખુલાલ પટેલ સાથે લડાઈ ઝઘડો થયો હતો. તેણે પંકજને એવી ધમકી આપી હતી કે હું તારી પત્ની રેણુંને પ્રેમ કરૂ છું. તુ એને છૂટાછેડા આપી દે, નહીં હું તને જાનથી મારી નાખીશ.
રેણું અને અભિમાનચંદ્ર વચ્ચેના લગ્નતેર સંબંધોની જાણ થતાં પંકજે તેણીને છોડી દીધી હતી. પંકજે ડિવોર્સ આપતાં જ રેણુએ ૨૦૨૩માં અભિમાનચંદ્ર સાથે લગ્ન કરી લીધા હતાં. લગ્ન બાદ થોડો સયમ વતનમાં રહ્યા બાદ આ બંને જણા સુરત આવી ગયા હતાં. સુરત આવ્યા બાદ પંદરેક દિવસ સુધી રેણુંએ તેની માતા રીતુ સાથે વાત કરી હતી, ત્યારબાદ અભિનામે માતાનો નંબર બ્લેક લિસ્ટમાં નાખી દેતા તેઓ વચ્ચે સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ ઓક્ટોબર ૨૦૨૪માં રેણુંએ અજાણ્યા નંબરથી માતા રીતું સાથે વાત કરી હતી. તેણીએ જણાવ્યું હતું કે, " મમ્મી મે રાજસ્થાન મે હુ, મે સુરત સે ભાગ કર આઈ હુ. મુજે અભિમાનચંદ્ર રૂમમે બંધ કરકે રખતા હૈ ઔર હરરોજ મારપીટ કરતા હૈ. મુજે બહુત મારા હૈ ઇસલીએ મૈ ઘર સે ભાગ કે બસ મે બેઠકર રાજસ્થાન પહોંચી હું. મેરે પાસ પૈસા નહી હૈ, મુજે પૈસે ભેજાે. આ સાથે જ રેણુએ રાજસ્થાનના કોઇ વ્યક્તિ સાથે વાત કરાવી હતી. જેથી માતા રીતુએ એ વ્યક્તિના મોબાઇલ નંબર પર ૫૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. ત્યારબાદ ચોથા દિવસે રેણું ઘરે માતા પિતા પાસે પહોંચી હતી. તેણીએ તેમને કહ્યું હતું કે, અભિમાનચંદ્ર મુજે સુરત લેકે ગયા તબ સે બહુત મારપીટ કરતા હૈ, ગાલી દેતા હૈ ઔર ઘરમે બંધ કરકે કામ પે ચલા જાતા હૈ, મે ઉસ સે પરેશાન હો કર મૌકા દેખકર સુરત સે ભાગ આઈ હું. રેણું વતન આવ્યાના બે ત્રણ દિવસ બાદ અભિનામચંદ્રએ સાસુ રીતુંને કોલ કરી મારી પત્ની ક્યાં છે એવું પૂછી તેની સાથે વાત કરાવો નહીં તો હું ત્યાં આવી બધાને મારી નાખીશ એવી ધમકી આપી હતી. માતાએ રેણું અને અભિમાનચંદ્રની વાત કરાવી હતી. ત્યારબાદ પણ અભિમાન અવાર નવાર કોલ કરી ધમકી આપતો હોય રેણું માતા-પિતાને કહ્યા વિના સુરત આવી ગઇ હતી. સુરત આવ્યા બાદ તેણીએ માતા-પિતાને કોલ કર્યા ન હતાં. આવામાં ૧૩ મે, ૨૦૨૬ના રોડ પુણા પોલીસે રીતુ યાદવને કોલ કરી રેણું મૃત્યુ પામી હોવાના ખબર આપ્યા હતાં. જેથી રીતુ અને દેવેન્દ્ર યાદવ સુરત દોડી આવ્યા હતાં. તેમને પોલીસે જણાવ્યું હતું કે, અભિમાનચંદ્રએ કરેલી મારઝૂડના ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત નીપજ્યું છે. જેથી રીતુ યાદવે જમ બનેલા જમાઈ અભિમાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.