મેદસ્વીતા ઘટાડવા માટે ગેરકાયદે ઓનલાઇન ઈન્જેક્શન વેચતા મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, એપ્રીલ 2026  |   વડોદરા   |   2079

વડોદરા ખોરક અને ઔષધ નિયમન તંત્રની ઔષધ નિરીક્ષકોની ટીમ દ્વારા ગત તા.૨૨મી ડિસેમ્બરના રોજ હાથ ધરાયેલી તપાસમાં રાજ્યમાં ઓનલાઈન દવાઓના ગેરકાયદે વેચાણના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વડોદરાના દિવાળીપુરા, આર.કે પ્લાઝા સ્થિત હેક્સપ્રેસ હેલ્થકેર કન્સ્યુમર લી,ની શંકાસ્પદ ભૂમિકા જણાતા તેની તપાસ હાથ ધરાઈ હતી. તપાસમાં સારાભાઈ રોડ, ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સામે આવેલ એટલાન્ટીસ કોમ્પલ્ક્સમાં આવેલ મેડીકેમેન્ટ સોલ્યુશન પ્રા.લી. નામના મેડીકલ સ્ટોરનું નામ પ્રકાશમાં આવ્યુ હતુ.

આ મેડીકલ સ્ટોર દ્વારા મેદસ્વીતા ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતા મોન્જારો ક્વીકપેન નામના ઈન્જેક્શનનું વેબસાઈટ પર ભ્રામક જાહેરાતો દ્વારા ગેરકાયદસર રીતે વેચાણ કરવામાં આવતુ હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.ત્યારે તંત્રના અધિકારીઓ બનાવટી ગ્રાહક બનીને ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. જેમાં દવા-ઈન્જેક્શન ભરેલુ પાર્સલ, પોસ્ટ મારફતે મળતા જેનુ પંચનામું કરીને કાર્યવાહી કરાઈ હતી. સંસ્થાઓ અને સંકળાયેલા વ્યક્તિઓ દ્વારા મેળાપીપણુ રચીને ડોક્ટરની સલાહ કે માન્ય પ્રિસ્ક્રિપ્શન વગર ઓનલાઈન ઓર્ડર મેળવીનેે દર્દીની શારીરીક સ્થિતિની તપાસ કર્યા વગર સીધાજ ધરના સરનામે આ દવાઓ કુરીયર દ્વારા મોલલવામાં આવતી હતી. પ્રક્રિયામાં દવાની ગંભીર આડઅસરો છુપાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવતા હતા. તંત્ર દ્વારા ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક્સ એક્ટના ભંગ બદ્દલ મે.સ. મોડીકેમેન્ટ સોલ્યુશન્સ પ્રા. લી.નું લાયસન્સ તાત્કાલીક કાયમી ધોરણે રદ્દ કરવામાં આવ્યું હતુ.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution