અભિનેતા સોનુ સૂદ સ્પેશિયલ ઓલિમ્પિકમાં બ્રાંડ એમ્બેસેડર બન્યો

મુંબઈ-

સોનુ સૂદે ભલે તેની ફિલ્મોથી એટલી લોકપ્રિયતા ન મેળવી હોય, પરંતુ કોરોનાના સમયગાળા દરમિયાન તેણે જે પણ સારું કામ કર્યું છે અને લોકોને મદદ કરી છે સુરક્ષિત રીતે તેના ઘરે ઓક્સિજન લઈ જવાની જવાબદારીને કારણે સમગ્ર વિશ્વમાં લોકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. સામાજિક કાર્યકર તરીકે સોનુ સૂદ મીડિયા પર પણ પ્રભુત્વ ધરાવે છે. હાલમાં સોનુ સૂદે પોતાનો ૪૮ મો જન્મદિવસ ઉજવ્યો, તે દરમિયાન લોકો તેમને મળવા માટે દૂર -દૂરથી આવ્યા. અને અભિનેતાએ પણ તેના ચાહકોને નિરાશ કર્યા નહીં અને તેમની સાથે ઉમળકાથી મુલાકાત કરી. ચાહકોના પ્રેમ સિવાય, સોનુ સૂદને તેના જન્મદિવસ પર બીજી એક ખાસ ભેટ મળી.

સોનુ સૂદને તેમના ૪૮ માં જન્મદિવસના ખાસ પ્રસંગે ખાસ ભેટ મળી. સ્પેશિયલ ઓલિમ્પિકમાં અભિનેતાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. સોનુ સૂદ આવતા વર્ષે સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.સોનુએ કહ્યુ આજે ખુબ સારૂ લાગ્યુ જે સન્માન મળ્યુ જે માન મળ્યુ આજથી સ્પેશિયલ ઓલિમ્પિકમાં ભારત સાથેની યાત્રામાં શામેલ થયો છુ. મને આ વાતની ખુબ ખુશી મળી રહી છે. હું મારી જાતને નશીબદાર માનુ છુ.

ખેલાડીઓ સાથે વાતચીત કરતી વખતે, સોનુ સૂદે તેમની સિદ્ધિઓની પ્રશંસા કરી અને તેમના દરેક પ્રશ્નનો જવાબ આપ્યા. ખેલાડીઓએ અભિનેતાને ખુબ સાથ આપ્યો. ખેલાડીઓએ ઈંઉટ્ઠઙ્મા ર્હ્લિ ૈંહષ્ઠઙ્મેર્જૈહ વિશે પણ જણાવ્યું, જે ખાસ ઓલિમ્પિક એશિયા પેસિફિક ક્ષેત્રની પહેલ છે. પોતાની ખુશી વ્યક્ત કરતા સોનુ સૂદે કહ્યું, “સ્પેશિયલ ઓલિમ્પિક વિન્ટર ગેમ્સ માટે રશિયામાં અમારી ટીમનું પ્રતિનિધિત્વ કરવાની તક મળતા મને આનંદ થયો છે. હું અમારા ખેલાડીઓને શ્રેષ્ઠ આપવા માટે પ્રોત્સાહિત કરીશ.સ્પેશિયલ ઓલિમ્પિક મૂવમેન્ટના બ્રાંડ એમ્બેસેડરની ખુશી જાહેર કરતા સોનુ સુદે સો.મીડિયા પર જણાવ્યું, મને ખુબ ગર્વ થાય છે. મને રશિયામાં થનારા વિશેષ ઓલિમ્પિકનો બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. પૂજા બત્રાથી લઇને ફરહાખાને સોનુને આ ખાસ પળો માટે અભિનંદન પાઠવ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution