દિલ્હી,


પાડોશી દેશ ચીન, પાકિસ્તાન અને નેપાળ બાદ હવે ભૂટાને પણ ભારત સામે આંખો કાઢવાનું શરૂ કરી દીધું છે. ચીનના દબાણમાં આસામ નજીક ભૂટાને ભારતીય સીમા પર સિંચાઈ માટેનું પાણી છોડવાનું બધં કરી દીધું છે. જેના કારણે સીમા નજીક આવેલા ૨૫ ગામડાઓના હજારો ખેડૂતો ઉપર સંકટ આવી પડયું છે. અનાજના વાવેતર માટે માનવ નિર્મિત સિંચાઈ ડોંગને અટકાવવા વિરુદ્ધ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કયુ છે. આ ક્ષેત્રમાં ભૂટાન અને ભારતના ખેડૂતો આ સિંચાઈ પ્રણાલીનો ઉપયોગ વર્ષ ૧૯૫૩થી કરતાં આવી રહ્યા છે. જોકે આ ઘટનાને પગલે ભારતની મુશ્કેલીમાં વઘારો થઈ શકે છે.

ભૂટશન સરકાર દ્રારા પાણી અટકાવી દેવાતાં ભારતીય ગામડાઓના ખેડૂતો અત્યતં પરેશાન થઈ ગયા છે. યારે ભૂટાન એવી દલીલ કરી રહ્યું છે કે આ પગલું ચીનના વુહાનથી ફેલાયેલી વૈશ્ર્વિક મહામારી કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ઉઠાવ્યું છે. ભૂટાન તરફથી વહીને જનારા પાણીના વહેણને રોકવામાં આવ્યું છે. જેથી સંક્રમણને ફેલાતું રોકી શકાય. ભૂટાને પોતાના દેશમાં વિદેશી નાગરિકોના પ્રવેશ પર પ્રતિબધં લગાવી રાખ્યો છે. બીજી બાજુ સ્થાનિક સૂત્રોનું કહેવું છે કે ભારતીય ખેડૂતોએ આ નિર્ણયનો વિરોધ કરતાં કહ્યું કે વૈશ્ર્વિક મહામારીને અટકાવવા માટે તમામ નિયમોનું પાલન અટકાવવામાં આવે તો કોરોના સંક્રમણથી બચી શકાય છે. તેનાથી બચવા માટે નહેરનું પાણી રોકવાની જરૂર નથી.