લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, મે 2026 |
1881
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે હૈદરાબાદમાં એક જાહેર સભા દરમિયાન દેશવાસીઓને આગામી એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવા માટે કરેલી ભાવુક અપીલની સીધી અસર દેશના આર્થિક પાટનગર ગણાતા સુરતનાં ઝવેરાત બજાર પર જાેવા મળી રહી છે. વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવ અને વિદેશી હૂંડિયાણની બચત કરવાના આશયથી કરવામાં આવેલી આ અપીલને કારણે ઝવેરાત કંપનીઓના શેરમાં કડાકો બોલી ગયો છે, જ્યારે સુરતના સ્થાનિક બજારોમાં વેપારીઓ અને ગ્રાહકો બંને મૂંઝવણમાં મુકાયા છે.
સુરતના હીરા ઝવેરાત ઉદ્યોગમાં પીએમની અપીલ અગાઉથી જ કિંમતી ધાતુઓના ઊંચા ભાવને કારણે ૬૦% જેટલી મંદીનો સામનો કરી રહેલો સુરતનો ઝવેરાત ઉદ્યોગ હવે વધુ મુશ્કેલીમાં મુકાય તેવી દહેશત વર્તાય રહી છે. ઝવેરાત સંગઠનોના આગેવાનોએ તાત્કાલિક કોઇ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે પરંતુ, સ્થાનિક આગેવાનોએ મુંબઇના ઝવેરી બજારના આગેવાનો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને પીએમની અપીલને કારણે ઉધોગ પર થનારી સંભવિત અસરોની રજૂઆતો કરવા માટે મુંબઇથી મોટા ઝવેરાત ઉદ્યોગકારોનું એક ડેલિગેશન ટૂંકસમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળવા જઇ રહ્યું છે એવી વિગતો જાણવા મળી છે. સુરતમાં હીરા ઝવેરાત ઉદ્યોગના સંગઠનોના આગેવાનો વધુમાં ખુલીને કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે.
સુરત જેવા શહેરોમાં લગ્નસરા દરમિયાન કરોડો રૂપિયાનું સોનું વેચાય છે. આ અપીલને કારણે લોકો સોનાને બદલે હવે ડાયમંડ અથવા આર્ટિફિશિયલ જ્વેલરી તરફ વળી શકે છે અથવા તો જૂનું સોનું ઓગાળીને નવા દાગીના બનાવવાનો ટ્રેન્ડ વધશે, જેનાથી નવા સોનાની માગ ઘટશે તેવી ચર્ચાઓ આગેવાનો કરી રહ્યા છે. સુરતનાં ચોટાબજાર અને ભાગળ જેવા વિસ્તારોમાં ઝવેરીઓનાં શોરૂમમાં આજે સવારથી જ ગ્રાહકોની પાંખી હાજરી જાેવા મળી હતી. પીએમની અપીલ બાદ ગ્રાહકોમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે સોનાની ખરીદી અત્યારે જાેખમી હોઈ શકે છે અથવા તો ભવિષ્યમાં સરકાર કોઈ કડક નિયમો લાવી શકે છે લગ્નસરાની મોસમ હોવા છતાં પીએમ મોદીએ કરેલી અપીલને કારણે લોકો ખરીદી ટાળે તેવી શક્યતાઓ જાેવા મળી રહી છે.
સામાન્ય રીતે નાનામાં નાના ટેક્સ મુદ્દે પણ અવાજ ઉઠાવતા ઝવેરી સંગઠનો આ મામલે મૌન સેવી રહ્યાં છે.
બેરોજગારી અને સ્થળાંતરની સમસ્યા સંભવી શકે
ઝવેરીબજારનાં સૂત્રો જણાવે છે કે સુરતમાં હજારો બંગાળી અને સ્થાનિક કારીગરો સોનાનાં દાગીના બનાવવાનું કામ કરે છે. જાે ગ્રાહકો એક વર્ષ સુધી ખરીદી બંધ કરે, તો આ કારીગરો પાસે કામ નહીં રહે. સ્જીસ્ઈસેક્ટરનાં નાના વર્કશોપ બંધ થવાની નોબત આવી શકે છે. એવી જ રીતે કામનાં અભાવે કુશળ કારીગરો અન્ય વ્યવસાયો તરફ વળે અથવા વતનમાં પરત ફરે તેવી શક્યતા છે, જે ભવિષ્યમાં ઉદ્યોગ માટે ‘સ્કિલ્ડ લેબર‘ની અછત સર્જી શકે છે.