કેરલમ્માં જીત બાદ કોંગ્રેસમાં સીએમ પદ માટે મહાભારત! સતીશન અને વેણુગોપાલના નામને લઈ આરપારની લડાઈ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, મે 2026  |   3465


કેરલમ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ હવે કોંગ્રેસ માટે મુખ્યમંત્રીની પસંદગી કરવી કાંટાળા તાજ સમાન બની ગઈ છે. શુક્રવારે આખા રાજ્યમાં હજારો કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પક્ષના નેતા વી. ડી. સતીશનને જ મુખ્યમંત્રી બનાવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. કેરલમમાં અત્યારે બે મોટા જૂથો આમને-સામને છે. એક તરફ વી. ડી. સતીશન છે. જેમણે છેલ્લા ૫ વર્ષ વિપક્ષી નેતા તરીકે જમીની સ્તર પર લડત આપી છે. બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલનું નામ પણ ચર્ચામાં છે. કાર્યકરો કોઈ પણ સંજાેગોમાં વેણુગોપાલને પેરાશૂટ નેતા તરીકે સ્વીકારવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે જે નેતાએ યુદ્ધ જીતાડ્યું, તેને જ સત્તા સોંપવી જાેઈએ. રિપોર્ટ્સ મુજબ, કોંગ્રેસના ૬૩ ધારાસભ્યોમાંથી બહુમતી વેણુગોપાલના પક્ષમાં હોવાનું મનાય છે, જે હાઈકમાન્ડ માટે મોટી મૂંઝવણ છે. કેરલમના રાજકારણમાં આ સ્થિતિ ૨૦૦૬ની યાદ અપાવે છે. ત્યારે પિનારાયી વિજયન સામે વીએસ અચ્યુતાનંદન માટે જનતા રસ્તા પર ઉતરી હતી અને અંતે પાર્ટીએ નમવું પડ્યું હતું. હવે કોંગ્રેસમાં પણ કાર્યકરો સેક્યુલર કેરલમ માટે સતીશનની માંગ કરી રહ્યા છે. તેવામાં કોંગ્રેસ માટે ખુબ જ દ્વિધાયુક્ત સ્થિતિ સર્જાઇ છે.

સતીશને જાહેરાત કરી હતી કે, જાે ૧૦૦ સીટ નહીં જીતે તો તેઓ નિવૃત્ત થશે, પરંતુ ગઠબંધને ૧૪૦ માંથી ૧૦૨ સીટો જીતી બતાવી છે. સતીશનના સમર્થનમાં રેલી કાઢનાર ઇડુક્કીના ત્રણ નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેની સામે સાંસદ ડીન કુરિયાકોસે વિરોધ નોંધાવ્યો છે. પૂર્વ પ્રદેશ પ્રમુખે કહ્યું કે, જે મહેનત કરે તેને જ મજૂરી મળવી જાેઈએ. તેમનું આ નિવેદન પરોક્ષ રીતે સતીશનના સમર્થનમાં માનવામાં આવે છે. જે નેતાએ રણમેદાનમાં નેતૃત્વ કર્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution