લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, મે 2026 |
2376
ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થતા જ રાજ્યભરના વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જાેવા મળી છે. આ વર્ષે ૯ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં રાજ્યનું અત્યાર સુધીનું સૌથી ઊંચું ૮૩.૮૬ ટકા પરિણામ નોંધાયું છે. પરિણામમાં આ વર્ષે પણ દીકરીઓએ બાજી મારી છે. અમદાવાદમાં સારા પરિણામને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓએ એકબીજાનું મોઢું મીઠું કરાવી અને ગરબા રમીને હર્ષોલ્લાસ મનાવ્યો હતો. અમદાવાદ શહેરમાં ૪૬,૬૬૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તો અમદાવાદ ગ્રામ્યમાં ૩૯,૩૬૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વખતે અમદાવાદ શહેરનું ધોરણ ૧૦નું ૭૯.૯૯ ટકા પરિણામ આવ્યું હતું. અમદાવાદ ગ્રામ્યનું ૮૨.૫૨ ટકા પરિણામ આવ્યું છે. જાે કે આ વખતે અમદાવાદ ગ્રામ્યનું પરિણામ ઘટ્યું છે. અમદાવાદ શહેરમાં છ૧ ગ્રેડ મેળવનાર ૧૭૫૫ વિદ્યાર્થીઓ અને ગ્રામ્યમાં ૧૭૮૦ વિદ્યાર્થીઓએ છ૧ ગ્રેડ મેળવ્યો છે. અમદાવાદ શહેરમાં ૦ ટકા પરિણામ લાવનાર ત્રણ શાળા, ૧૦૦ ટકા પરિણામવાળી ૨૮ શાળા, ૩૦ ટકા કરતા ઓછા પરિણામવાળી ૧૯ શાળા હોવાનું સામે આવ્યું છે. તો અમદાવાદ ગ્રામ્યમાં ૦ ટકા પરિણામવાળી ૧; ૧૦૦ ટકા પરિણામવાળી ૬૬ અને ૩૦ ટકા કરતા ઓછી પરિણામવાળી ૪ શાળા છે.
એન્જિનિયરિંગ કરવું છે: પ્રિન્સ
મારું નામ પ્રિન્સ અમૃતપુરી ગોસ્વામી છે. ૧૦માની પરીક્ષામાં મારે ૫૬૭ માર્ક્સ સાથે ૯૪.૫૦% આવ્યા છે. હું સવારે ૭ વાગ્યાથી લઈને રાતના ૧૦ વાગ્યા સુધી મહેનત કરતો હતો; સવારે થીયરીના વિષયો વાંચતો અને રાત્રે ઊંઘ ના આવે એટલે ગણિતના ન્યુમેરિકલ સોલ્વ કરતો હતો. મારા પપ્પા ગાર્મેન્ટમાં જાેબ કરે છે અને મમ્મી છૂટક મજૂરી કરે છે. હવે મારે સાયન્સ સ્ટ્રીમ લઈને એન્જિનિયરિંગ કરવું છે અને ક્વોન્ટમ ફિઝિક્સ તથા ક્વોન્ટમ મિકેનિક્સમાં રિસર્ચ કરવું છે.
કોમર્સ કરી પછી આગળ વધીશ: વિધિ
મારું નામ લોધા વિધિ છે, મારે ૮૯% આવ્યા છે અને હું છ૧ ગ્રેડ લાવવામાં ખાલી ત્રણ માર્ક માટે રહી ગઈ છું. હું બે-ત્રણ કલાક મહેનત કરીને બધા પેપરો સોલ્વ કરતી હતી. મારા પપ્પા સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટીમાં જાેબ કરતા હતા અને મમ્મી હાઉસવાઈફ છે, જેમણે મારા માટે ખૂબ સંઘર્ષ કર્યો છે અને મારું પરિણામ જાેઈને તેઓ ખૂબ જ ખુશ છે. ભવિષ્યમાં હું કોમર્સમાં એવી ફિલ્ડ લેવા માંગુ છું જેથી હું મારા મમ્મી-પપ્પાને મદદરૂપ થઈ શકું.
આઈપીએસ બનવા માગું છે: રિદ્ધિ
મારું નામ રિદ્ધિ છે અને મારે ૮૫% આવ્યા છે. હું સવારે ૪ વાગ્યે ઉઠીને ૭ વાગ્યા સુધી વાંચતી હતી અને એક્ઝામ સમયે મેં ખૂબ પ્રિપેરેશન કરી હતી. હું મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું; મારા પપ્પા સિક્યુરિટી ગાર્ડ છે અને મમ્મી વન વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર છે. મારી મમ્મીનું સપનું આઈપીએસ બનવાનું હતું જે પૂરું ના થઈ શક્યું, તેથી હવે હું કોમર્સ સ્ટ્રીમમાં આગળ વધીને આઈપીએસ બનીને એમનું સપનું પૂરું કરવા માંગુ છું.