લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, એપ્રીલ 2026 |
2574
અમદાવાદના વિવેકાનંદર નગર સ્થિત ગઈ તા.૧૯/૦૪/૨૦૨૬ લાલગેબી આશ્રમ રામપીરના મંદીર ખાતે દર્શન કરવા આવેલ મહીલાના ગલા માંથી ભીડનો લાભ લઇ સોનાની પેન્ડલ સાથેની ચેઇન ચોરી થવા બાબતે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતોય જેના આધારે પેટ્રોલીંગ દરમ્યાન મહીલા-સીમા રોહીત કરબે ઉ.વ.૩૦ રહે.ઓ/૩૦૨ મહાલક્ષ્મીનગર પાસે અમરાવાડી અમદાવાદ શહેરને જમાલપુર બ્રિજ નીચેથી ઝડપી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલ સોનાની પેન્ડલ સાથેની ચેઇન કિમત રૂપિયા-૧,૪૨,૯૫૦/- ની કબ્જે કરી મહીલાને વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન ગુનાના કામે સોપવા તજવીજ કરેલ છે. આરોપી પાસેથી સોનાની પેન્ડલ સાથેની ચેઇન કિમત રૂપિયા-૧,૪૨,૯૫૦/ જપ્ત કરવામાં આવેલ છે. વધુ તપાસ પોલીસ કરી રહી છે.