અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેને છ માર્ગીય બનાવવામાં આવશે
25, મે 2024

ગાંધીનગર કેન્દ્રિય પરિવહન મંત્રી દ્વારા ગુજરાતનાં એક્સપ્રેસ વેની પ્રશંસા કરી છે. એટલું જ નહીં, કેન્દ્રિય પરિવહન મંત્રીએ આ દ્રુતગતિ માર્ગ (એક્સપ્રેસ વે)ને એક સુંદર પિકનિક સ્થળ સમાન ગણાવ્યો છે. એટલું જ નહીં આ દ્રુતગતિ માર્ગને ચાર માર્ગીયમાંથી વિસ્તરણ કરીને છ માર્ગીય બનાવવામાં આવનાર છે. જે અંગેનું ટેન્ડર બહાર પડી ગયું છે. અને આગામી ટૂંક સમયમાં આ અંગેની કામગીરી ટૂંક સમયમાં શરૂ થઈ જશે. આ દ્રુતગતિ માર્ગ ચાર માર્ગીયમાંથી છ માર્ગીય બન્યા બાદ આ માર્ગ પરનો વાહન યાતાયાત હળવો થશે. ભારતે પરિવહન અને એક્સપ્રેસ વેની દિશામાં મોટી હરણફાળ ભરી છે અને તેનો મોટાભાગનો શ્રેય દેશના કેન્દ્રિય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીને જાય છે. તેમણે દેશમાં એવી સડકો અને ધોરીમાર્ગનું નિર્માણ કર્યુ છે કે, હવે મોટા શહેરો સુધી પહોંચવાની સફર ખૂબ જ સરળ અને ઝડપી બની ગઇ છે. દેશમાં આમ તો અનેક સુંદર અને પ્રાકૃતિક નજારાઓથી ભરપૂર માર્ગો આવેલા છે, પરંતુ કેન્દ્રિય પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતીન ગડકરીને ગુજરાતમાં બે દાયકા અગાઉ એટલે કે, ૨૦ વર્ષ પૂર્વે બનેલો અમદાવાદ-વડોદરા દ્રુતગતિ માર્ગ (એક્સપ્રેસ વે) ખૂબ જ પસંદ છે. એટલું જ નહીં, કેન્દ્રિય મંત્રીએ તેમના સોશિયલ મીડિયા પર તેની તસવીરો મૂકી છે. આ સાથે કેન્દ્રિય મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છે કે, આ માર્ગ એક પિકનિક સ્પોટ જેવો સુંદર લાગે છે, એટલું જ નહીં, લાગે છે કે જાણે તમે ભારત નહીં પણ યુરોપના કોઈ માર્ગ પર કાર ચલાવી રહ્યા છો. કેન્દ્રિય મંત્રી નિતીન ગડકરીએ વર્ષ ૨૦૦૩ અને ૨૦૦૪માં શરૂ થયેલા અને મહાત્મા ગાંધી એક્સપ્રેસ વે તરીકે ઓળખાતા અમદાવાદ-વડોદરા દ્રુતગતિ માર્ગ (એક્સપ્રેસ વે)ની તસવીરોને તેમના સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ૯૩ કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે ૪ લેન છે. આ એક્સપ્રેસ વે શરૂ થવાથી બંને શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય ૨.૫ કલાકથી ઘટીને ૧ કલાક થઇ ગયો છે. વર્ષ ૨૦૦૪માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા આ દ્રુતગતિ માર્ગ (એક્સપ્રેસ-વે)નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

દેશના સૌથી વ્યસ્ત માર્ગમાં અમદાવાદ-વડોદરા એકસપ્રેસ વેનો સમાવેશ

ગુજરાતનો અમદાવાદ-વડોદરા દ્રુતગતિ માર્ગ (એક્સપ્રેસ વે) દેશના સૌથી વ્યસ્ત દ્રુતગતિ માર્ગ પૈકીનો એક માર્ગ છે. તેના પર વધતા જતા વાહન યાતાયાતને અનુલક્ષીને હવે તેને છ માર્ગીય (૬ લેન) બનાવવામાં આવી રહ્યો છે. જેના અંતર્ગત આઇઆરબી ઇન્ફ્રા કંપનીએ આ માર્ગના વિસ્તરણ માટે ટેન્ડર પણ મેળવી લીધું છે. આગામી ટૂંક સમયમાં બંને તરફ વધુ એક લેન વધારવાનું કામ શરૂ થશે. આ દ્રુતગતિ માર્ગ છ માર્ગીય બન્યા પછી વાહન યાતાયાત વધુ સરળ બનશે. કેન્દ્રિય મંત્રી નિતીન ગડકરીએ સોશિયલ મીડિયા ટિ્‌વટર(એક્સ) પર અમદાવાદ-વડોદરા દ્રુતગતિ માર્ગ (એક્સપ્રેસ વે)ની અદ્ભુત તસવીરો શેર કરી છે સાથોસાથ તેમણે લખ્યું છે કે, અમદાવાદ-વડોદરા દ્રુતગતિ માર્ગ (એક્સપ્રેસ વે) પર માત્ર ઇન્ડસ્ટ્રીયલ પાવર જ નહીં, પરંતુ કુદરતી સૌંદર્ય પણ દેખાડે છે. આ દ્રુતગતિ માર્ગ (એક્સપ્રેસ વે) માત્ર બે સૌથી વ્યસ્ત શહેરોને જ જાેડતો નથી, પરંતુ તેના પર મુસાફરી કરતી સમયે તમને ઘણી કુદરતી સુંદરતા પણ જાેવા મળે છે.

મોટર વે બનાવવાની પરિયોજના વર્ષ ૨૦૦૯થી અધૂરી

અમદાવાદ-વડોદરા દ્રુતગતિ માર્ગ (એક્સપ્રેસ વે) આમ તો ૨૦ વર્ષથી કાર્યરત છે. પરંતુ વર્ષ ૨૦૦૯માં તેના માટે બનાવવામાં આવેલી એક પરિયોજના આજે પણ અધૂરી છે. ગુજરાત સરકાર દ્વારા ત્યારે તેને મોટરવે બનાવવાની પરિયોજના આપી હતી, જેને મુંબઈ સુધી જાેડવાનો હતો. આ માટે તેના માટે આઇઆરબી ઇન્ફ્રાને રૂપિયા ૩૩૦૦ કરોડનો ઇજારો (કોન્ટ્રાક્ટ) પણ આપવામાં આવ્યો હતો, તેમ છતાં હજુ સુધી આ પરિયોજના પર હજુ સુધી કોઈ કામ કરવામાં આવ્યું નથી. હવે આ દ્રુતગતિ માર્ગ (એક્સપ્રેસ વે)ને છ માર્ગીય (૬ લેન) બનાવવામાં આવી રહ્યો છે. જેથી તેના પરના વાહન યાતાયાતને હળવો કરી શકાશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution