લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, મે 2026 |
1881
બેંગલુરુ બાદ હવે ઓમાનમાં એર ઈન્ડિયાની ફ્લાઈટની મોટી દુર્ઘટના ટળી છે. બેંગલુરુમાં પ્લેનની ટેલ સ્ટ્રાઈક રન-વે સાથે અથડાયો હતો, ત્યારે હવે ઓમાનના મસ્કટ એરપોર્ટ પર એરલાઈન્સનું બોઈંગ રન-વે પરથી ટેકઓફ કરતી વખતે લાઈટ સાથે અથડાતા ભારે અફરાતરફરી મચી છે. ઓમાનની રાજધાની મસ્કટ એરપોર્ટ પર એરલાઈન્સનું બોઈંગ રન-વે પર ટેક ઓફ વખતે ખોટી દિશામાં જતું રહ્યું હતું, જેના કારણે પ્લેન રન-વે પર લાઈટ સાથે અથડાતા પ્લેનના નોજ ગિયરને નુકસાન થવાની સાથે કૉકપિટમાં જાેરદાર અવાજ સંભળાયો ે. આ વિમાન ૧૫ મેએ મસ્કટથી કન્નૂર આવી રહ્યું હતું. ઘટનામાં કોઈપણ મોટી જાનહાની થઈ નથી. મસ્કટથી કન્નૂર જઈ રહેલી આ ફ્લાઈટે રન-વે પર ટેકઓફની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી, ત્યારે અચાનક ફ્લાઈટ થોડી આગળ વધતા જ ખોટી દિશા તરફ જતા લાઈટ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં રન-વે પર અનેક લાઈટો તૂટી ગઈ છે. આ ઉપરાંત પ્લેનના નોજ ગિયરને નુકસાન થયું છે. જાેકે પાયલોટે તાત્કાલીક સમસૂચકતા દાખવતા તાત્કાલીક ટેકઓફ અટકાવી દઈ મોટી દુર્ઘટના ટાળી દીધી છે.એર ઈન્ડિયાની આ ફ્લાઈટે રન-વે નંબર ૨૬ન્પર ટેક્સીવે ઈ૭ પરથી એન્ટ્રી કરી હતી. ઘટનામાં વિમાનનું હાઈડ્રોલિક લીકેજ અને ટાયર પંચર થયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બહારની કોઈ વસ્તુ એન્જીનમાં આવી જતા બંને એન્જિનને નુકસાન થયું છે. પ્રવાસીઓ અને ક્રૂ સભ્યોને વિમાનમાંથી ઉતારી પરત ટર્મિનલ પર લઈ જવાયા છે. એરલાઈન્સે તુરંત કાર્યવાહી કરીને તમામ મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી આપી હતી. તમામ મુસાફરોને બીજા દિવસે અન્ય ફ્લાઈટમાં કન્નૂર મોકલવામાં આવ્યા હતા, જાેકે તેમાં ૧૩ કલાકનો વિલંબ થઈ ગયો હતો.૨૧ મેએ બેંગલુરુ એરપોર્ટ પર એર ઈન્ડિયા ફ્લાઈટની મોટી દુર્ઘટના ટળી હતી.