16, સપ્ટેમ્બર 2021
1683 |
દિલ્હી-
કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને રાજસ્થાનના પ્રભારી અજય માકણે કેન્દ્ર સરકાર અને ICMR પર ગંભીર આક્ષેપો કર્યા છે. અજય માકને કહ્યું, 'કેન્દ્ર સરકાર અને ICMR એ કોરોના સમયગાળા દરમિયાન લોકોના મૃત્યુની સંખ્યા છુપાવી છે. આ મામલે ફોજદારી તપાસ થવી જોઈએ. દેશમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે અને આની તપાસ થવી જોઈએ.
અજય માકને કહ્યું કે, 'ICMR અને અન્ય સંસ્થાઓમાં કાર્યરત વરિષ્ઠ વૈજ્ઞાનિકો પણ કોરોના વ્યવસ્થાપનની અનિયમિતતા અંગે આગળ આવી રહ્યા છે. વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ ICMR માં રાજકીય હસ્તક્ષેપ અને ડેટા હેરાફેરી તરફ પણ ધ્યાન દોર્યું છે. જો કોરોના મેનેજમેન્ટમાં રાજકીય હસ્તક્ષેપ ન હોત તો લાખો મૃત્યુ અટકાવી શકાયા હોત.