સેમિફાઇનલ પહેલાં ભારત માટે એલાર્મ! ઇંગ્લૅન્ડ સામે આ 3 ભૂલો પડી શકે છે ભારે | T20 WC Analysis
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, માર્ચ 2026  |   2772

 ક્રિકેટને લઈને જે મોટી વાત તમારા સામે લઈને આવી રહ્યા છે. તે કદાચ દેશભરના કરોડો ક્રિકેટપ્રેમીઓની ધડકન વધારી દે તેવી છે. કારણ કે મેદાનમાં જીત મળી છે, સ્કોરબોર્ડ પર ભારત વિજેતા બન્યું છે, સેમિફાઇનલનું ટિકિટ પાક્કું થઈ ગયું છે, પરંતુ આ જીતની પાછળ છુપાયેલા કેટલાક ખતરનાક સંકેતો હવે ટીમ મેનેજમેન્ટ અને ચાહકો બંને માટે ચિંતા બની રહ્યા છે, આજે વાત માત્ર એક રમતની વાત નથી, આજે વાત છે વિશ્વાસ અને ભય વચ્ચેની, જીત અને ચેતવણી વચ્ચેની, આશા અને હકીકત વચ્ચેની, કારણ કે સ્કોરબોર્ડ કહે છે ભારત જીત્યું, સેમિફાઇનલમાં પહોંચી ગયું, ચાહકો ખુશ છે, તિરંગો લહેરાઈ રહ્યો છે, પરંતુ ક્રિકેટની અંદર છુપાયેલું સત્ય કંઈક બીજું જ કહી રહ્યું છે, જીત હાંસલ થઈ છે પરંતુ એ જીતે અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે,


એવા સવાલો જે સેમિફાઇનલ પહેલા દેશની નિંદ્રા ઉડાવી શકે છે, આ માત્ર એક સામાન્ય મેચ નહોતી, આ હતી વિશ્વ ક્રિકેટના સૌથી મોટા મંચ ICC T20 World Cupમાં સ્થાન બચાવવાની જંગ, જ્યાં એક એક બોલ, એક એક કૅચ અને એક એક રન ભવિષ્ય નક્કી કરે છે, અને આ જ જંગમાં ભારતીય ક્રિકેટ ટીમએ વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ સામે પાંચ વિકેટથી જીત મેળવી, વિશ્વ ક્રિકેટના મહાકુંભ ICC T20 World Cupમાં દરેક મેચ યુદ્ધ સમાન હોય છે, અહીં ભૂલોને માફી નથી, અહીં એક કૅચ છોડો તો ટ્રોફી હાથમાંથી સરકી જાય, અને આવી જ તંગ પરિસ્થિતિમાં ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમએ વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ સામે પાંચ વિકેટે જીત મેળવી, પરંતુ આ જીતનો રસ્તો સહેલો નહોતો, આ જીત પાછળ છુપાયેલા હતા દબાણ, ગભરાટ, કમજોરી અને કેટલાક એવા સંકેતો જે હવે ટીમ મેનેજમેન્ટ માટે એલાર્મ બેલ બની ગયા છે, પરંતુ સવાલ એ છે કે શું આ જીત સાચી તાકાત દર્શાવે છે કે પછી કમજોરીઓને છુપાવે છે, રવિવારની સાંજ, સ્ટેડિયમમાં ચાહકોનો શોર, તિરંગા લહેરાતાં દ્રશ્યો, કરોડો આંખો ટીવી સ્ક્રીન પર ચોંટેલી અને દરેકના મનમાં એક જ પ્રાર્થના – “ભારત જીતવું જ જોઈએ”, અને મી. રી. મુ, ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય, શરૂઆતમાં કાબૂ, પરંતુ પછી ધીમે ધીમે મેચ હાથમાંથી સરકતી જોવા મળી, વેસ્ટ ઇન્ડીઝે 20 ઓવરમાં 195 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો અને અહીંથી જ ભારત માટે ખતરાની ઘંટીઓ વાગવા લાગી,


કારણ કે ક્રિકેટના જાણકારોના મતે, ટી20 ક્રિકેટમાં 190થી ઉપરનો સ્કોર હંમેશા દબાણ ઉભું કરે છે, અને આ દબાણનું સૌથી મોટું કારણ બની ત્રણ મોટી ભૂલો – પહેલી ભૂલ ફિલ્ડિંગ, બીજી ભૂલ ટોપ ઓર્ડરની નબળી શરૂઆત અને ત્રીજી ભૂલ ડેથ ઓવરમાં બોલિંગની બેદરકારી. ક્રિકેટમાં કહેવાય છે ‘પકડો કૅચ જીતો મેચ’, પરંતુ ભારતે ત્રણ મહત્વના કૅચ છોડ્યા, ત્રીજી ઓવરમાં રૉસ્ટન ચેઝને રનઆઉટ કરવાની તક વરૂણ ચક્રવર્તીએ ગુમાવી હતી., પાંચમી ઓવરમાં સરળ કૅચ હાથમાંથી છટકી ગયો વેસ્ટ ઇન્ડીઝની ઇનિંગની પાંચમી ઓવરમાં રૉસ્ટન ચેઝે બૉલને હવામાં ઉછાળ્યો હતો. આ બૉલ અભિષેક શર્મા પાસે પહોંચ્યો હતો. છતાં તેઓ આ પ્રમાણમાં સરળ એવો આ કૅચ લઈ નહોતા શક્યા.


જેથી રૉસ્ટને આ બંને જીવતદાનનો પૂરતો લાભ લીધો હતો અને 25 બૉલમાં 40 રનનો ફાળો આપ્યો હતો. જ્યારે 13મી ઓવરમાં ફરી જીવતદાન મડયું. 13મી ઓવરમાં અક્ષર પટેલે શરફેન રદરફૉર્ડને બૉલ ફેંક્યો હતો. જે તિલક વર્મા પાસે પહોંચ્યો હતો

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution