દિલ્હી-

ભારતમાં ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની વચ્ચે કોરોનાની ત્રીજી લહેર ચરમસીમાએ હોવાના સમાચાર સામે આવ્યા છે. કોરોના મહામારીના ગાણિતિક ફોર્મેટિંગમાં શામેલ એક વૈજ્ઞાનિકે સોમવારે આ વાત કહી હતી. આ ઉપરાંત આઈસીએમઆરે (ICMR) પણ આવો જ સંકેત આપ્યો છે. IIT કાનપુરના વૈજ્ઞાનિક મણિન્દ્ર અગ્રવાલે કહ્યું હતું કે, જો કોઈ નવું સ્વરૂપ નહીં આવે તો સ્થિતિમાં ફેરફારની સંભાવના નથી. તે ત્રણ સભ્યોના વિશેષજ્ઞ દળનો ભાગ છે, જેણે સંક્રમણમાં વધારાનું અનુમાન લગાવવાનું કામ આપવામાં આવ્યું છે. જો દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવે છે. તો દેશમાં પ્રતિદિવસ 1 લાખ કોરોનાના કેસ સામે આવશે. જ્યારે મે મહિનામાં બીજી લહેર ચરમસીમાએ હોવાના કારણે દૈનિક 4 લાખ કેસ સામે આવી રહ્યા હતા. તો બીજી લહેરમાં હજારો લોકોના મોત પણ થયા છે. જ્યારે લાખો લોકો કોરોના સંક્રમિત થયા હતા. અગ્રવાલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, જો નવો મ્યુટેશન નહીં થાય તો વર્તમાન સ્થિતિ યથાવત રહેશે અને સપ્ટેમ્બર સુધી જો 50 ટકા વધુ ચેપી મ્યુટેશન આવે તો નવું સ્વરૂપ સામે આવશે. તમે જોઈ શકો છો કે, નવા સ્વરૂપથી જ ત્રીજી લહેર આવશે અને તે સ્થિતિમાં નવા કેસ વધીને પ્રતિદિવસ 1 લાખ થઈ જશે. ગયા મહિને મોડલ અનુસાર જણાવવામાં આવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબર અને નવેમ્બર વચ્ચે ચરમસીમાએ હશે અને દૈનિક કેસ દોઢ લાખથી 2 લાખની વચ્ચે હશે. જો સાર્સ-કોવ-2નું વધુ ચેપી મ્યુટેશન હશે. જોકે, ડેલ્ટાથી વધુ ચેપી મ્યુટેશન સામે નથી આવ્યું. ભારતમાં અત્યારે કોરોનાની બીજી લહેર શાંત પડી છે. ત્યારે હવે એક સમાચાર એવા આવ્યા છે કે, કોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબર અને નવેમ્બરની વચ્ચે ચરમ પર હોઈ શકે છે, પરંતુ તેની તીવ્રતા બીજી લહેરની સરખામણીમાં ઘણી ઓછી હશે. કોરોના મહામારીના ગાણિતિક ફોર્મેટિંગમાં શામેલ એક વૈજ્ઞાનિકે સોમવારે આ વાત કહી હતી. આ સાથે જ આઈસીએમઆરે (ICMR) પણ આવો જ સંકેત આપ્યો છે.