વડોદરા , તા.૧૦

કોરોનાની સેકન્ડ વેવના કારણે રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ શહેરના તમામ બાગ-બગીચા બંધ કરવામાં આવ્યા હતા. કોરોનાના કેસોમાં છેલ્લા કેટલાક દિવસોમાં ધટાડો થતા રાજ્ય સરકારે હવે નિયંત્રણોમાં છૂંટછાટ આપવાની શરૂઆત કરી છે.ત્યારે આવતિકાલથી નિયંત્રણો વધુ હળવા કર્યા છે. ત્યારે છેલ્લા ૮૫ દિવસોથી બંધ શહેરના તમામ બાગ બગીચા લોકો માટે ફરી સવારે ૬ થી સાંજે ૭ વાગ્યા સુધી લોકો માટે ખુલશે. જાેકે,બાગમાં લોકોએ ગાઈડલાઈનનુ ચુસ્ત પાલન કરવુ પડશે.

વડોદરા કોર્પોરેશન દ્વારા કોરોનાની સેકન્ડવેવે હાહાકાર મચાવતા રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ સયાજી બાગ સહિત તમામ બાગ બગીચા બંધ કરવામાં આવ્યા હતા.હવે કોરોનાના કેસોની સંખ્યામાં ધટાડો થાઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર નિયંત્રણો પણ હળવા કરાઈ રહ્યા છે.બુધવારે રાજ્ય સરકારે જીમ,બાગ-બગીચાઓ આવતીકાલથી ખોલવાની મંજુરી સાથે અનેક નિયંત્રણો હળવા કર્યા છે.ત્યારે વડોદરા શહેરમાં તા.૧૮મી માર્ચ થી બંધ કરાયેલા બાગ બગીચાઓ આવતીકાલથી ફરી ખોલવામાં આવશે.જાેકે સયાજીબાગ સિવાયના બગીચાઓ સવારે ૬ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લા રહેશે જ્યારે કમાટીબાગ સવારે ૬ થી ૧૧ અને સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી ખુલ્લો રહેશે તેમ જાણવા મળે છે. જાેકે, સયાજીબાગ ઝુ હજુ લોકો માટે શરૂ કરવામાં નહી આવે.પરંતુ હવે આવતિકાલથી મોર્ન્િંાગ વોકર્સ ફરી બગીચાોમાં વોક કરી શકશે.