લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, જુન 2026 |
1485
અમરનાથ યાત્રા ૨૦૨૬ને લઈ શિવ ભક્તોમાં ખુબ ઉત્સાહ છે અને બાબા બરફાનીના દર્શન કરવા આતુર છે. અમરનાથ યાત્રા ૨૦૨૬ ૩ જુલાઈ થી ૨૮ ઓગસ્ટ સુધી ૫૭ દિવસ સુધી રક્ષાબંધન સુધી ચાલશે.જેને લઈ લુધિયાણાથી હજારો શિવભક્તોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
અમરનાથ યાત્રા માટે શિવ ભક્તોને ૧૪ કિલોમીટર સુધી પગપાળા જવાનું હોય છે. અમરનાથ યાત્રા માટે ૧૩ વર્ષથી ઓછી ઉંમરના અને ૭૦ વર્ષની ઉંમરના શ્રદ્ધાળુઓને આ યાત્રામાં સામેલ થવાની પરવાનગી નથી.
આ વર્ષે, વહીવટીતંત્રે અમરનાથ યાત્રા અંગેના કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. દર વર્ષે યાત્રા માટે યાત્રાળુઓ અમરનાથ યાત્રા માટે નીલગ્રંથથી પંચતરણી અને પહેલગાંવથી પંચતરણી સુધી પગપાળા, ઘોડા પર અને હવાઈ માર્ગે મુસાફરી કરતા હતા. પરંતુ આ વખતે અમરનાથ યાત્રા પ્રશાસન દ્વારા હેલિકોપ્ટર સેવા બંધ કરવામાં આવી છે. સુરક્ષાના કારણથી યાત્રા માર્ગને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે હેલિકોપ્ટર સેવા બંધ રહેશે.