અમેરિકાના પેન્ટાગોને UFO અને UAP સાથે જોડાયેલી 161 ગુપ્ત ફાઈલો જાહેર કરતા દુનિયાભરમાં ચર્ચા શરૂ થઈ છે. મીડિયા એહવાલો મુજબ, આ દસ્તાવેજોમાં અપોલો મિશન દરમિયાન અવકાશયાત્રીઓએ જોયેલી અજાણી ઘટનાઓ અને તેજ પ્રકાશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ કેટલીક સૈન્ય વિડિયો ક્લિપ્સ અને અજ્ઞાત ઉડતી વસ્તુઓ વિશેના અહેવાલો પણ જાહેર કરવામાં આવ્યા છે. આ ખુલાસા બાદ ફરી એકવાર એલિયન્સ અને બ્રહ્માંડમાં જીવન અંગે ચર્ચા તેજ બની છે.