લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, મે 2026 |
3168
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શેરબજારમાં એવો ધડાકો કર્યો છે કે આખું વોલ સ્ટ્રીટ સ્તબ્ધ થઈ ગયું છે. આ વર્ષના પહેલા ૩ મહિનામાં જ ટ્રમ્પ અને તેમની ટીમે ૩૭૦૦થી વધુ શેર ટ્રેડ કર્યા છે, જેમાં રોજના સરેરાશ ૪૦ ટ્રેડનો સમાવેશ થાય છે. અબજાે ડોલરની આ લે-વેચમાં Nvidia, Microsoft અને Boeing જેવી દિગ્ગજ કંપનીઓ સામેલ છે. એક તરફ વોલ સ્ટ્રીટના નિષ્ણાતો આશ્ચર્યમાં છે, તો બીજી તરફ વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિના પદ અને તેમના અંગત આર્થિક ફાયદાઓ (હિતોના સંઘર્ષ) વચ્ચે મોટો વિવાદ ઊભો થઈ ગયો છે.
બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. ટ્રમ્પે ટેકનોલોજી, ફાઇનાન્સ અને મીડિયા સેક્ટરની અમેરિકાની સૌથી મોટી કંપનીઓમાં અબજાે ડોલરનો વેપાર કર્યો છે. સીધી ભાષામાં કહીએ તો, જાન્યુઆરીથી માર્ચની વચ્ચે તેમણે રોજ સરેરાશ ૪૦ થી વધુ ટ્રેડ કર્યા. અગાઉ ૨૦૨૫ ના છેલ્લા ૩ મહિનામાં આશરે ૩૮૦ ટ્રેડ જાહેર કરવામાં આવ્યા હતા, જેની સરખામણીમાં આ આંકડો ઘણો મોટો ઉછાળો દર્શાવે છે. આ જાેઈને માર્કેટ એક્સપર્ટ મેથ્યુ ટટલે તો ત્યાં સુધી કહી દીધું કે, આ કોઈ સામાન્ય ટ્રેડિંગ નથી, આ તો મોટા પાયે અલ્ગો ટ્રેડિંગ (Algo Trades) કરતા કોઈ મોટા હેજ ફંડ જેવું કામ છે.
આ ૯૦ દિવસના સમયગાળામાં ટ્રમ્પે NVIDIA, Oracle, Microsoft, Boeingઅને Costco જેવી કંપનીઓમાં ઓછામાં ઓછા ૧ મિલિયન ડોલર ના શેર ખરીદ્યા છે. આ સિવાય Amazon, M×a, Uber, eBayઅને Dollar Treeજેવી કંપનીઓમાં પણ મોટા સોદા થયા છે. સૌથી મોટો સોદો ૧૦ ફેબ્રુઆરીના રોજ જાેવા મળ્યો હતો, જ્યારે ટ્રમ્પે Microsoft, Meta અને છદ્બટ્ઠર્ડહ માંથી ૫ મિલિયન થી ૨૫ મિલિયન ડોલર સુધીના શેર વેચી દીધા હતા. આ ઉપરાંત Netflix અને ઁParamount Globalજેવી મોટી મીડિયા કંપનીઓમાં પણ રોકાણ સામે આવ્યું છે. અહીં સૌથી મોટી ચિંતા એ છે કે આમાંની મોટાભાગની કંપનીઓ સીધી રીતે અમેરિકન સરકારની નીતિઓ પર નભે છે.
ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘરખમ ઘટાડો : રિપબ્લિકન પાર્ટી પર મિડ ટર્મ ચૂંટણીમાં હારનો ખતરો મંડરાયો
અમેરિકામાં ટ્રમ્પની લોકપ્રિયતામાં સૌથી વધુ ઘટાડો થયો છે. ન્યૂયોર્ક ટાઇમ્સ અને સિયેના કોલેજના સર્વે મુજબ ૬૩% લોકો ટ્રમ્પથી નારાજ છે. આથી તેમની લોકપ્રિયતા રેટિંગ ઘટીને ૩૭% થઈ ગઈ છે. આ તેમના બીજા કાર્યકાળમાં સૌથી ઓછી છે. રિપોર્ટ મુજબ લગભગ બે-તૃતીયાંશ અમેરિકનો માને છે કે ટ્રમ્પનો ઈરાન વિરુદ્ધ યુદ્ધ શરૂ કરવાનો ર્નિણય ખોટો હતો. મોટાભાગના લોકોનું માનવું છે કે આ યુદ્ધની કિંમત તેના ફાયદા કરતાં વધુ રહી. સર્વેમાં ૬૪% લોકોએ કહ્યું કે ટ્રમ્પ અર્થતંત્ર સંભાળવામાં સારું કામ કરી રહ્યા નથી. મોંઘવારીના કારણે લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. ફેબ્રુઆરી પછી અમેરિકામાં પેટ્રોલની કિંમતો ઘણી ઉપર જતી રહી છે. આવી સ્થિતિમાં આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી મિડ-ટર્મ ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીની હારનો ખતરો વધી ગયો છે. અપક્ષ મતદારો પણ ટ્રમ્પથી દૂર થતા દેખાઈ રહ્યા છે.