લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, જુન 2026 |
2277
અમેરિકાની ઈમિગ્રેશન પોલિસીમાં તાજેતરમાં જાેવા મળેલી ઉથલપાથલ વચ્ચે એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ગ્રીન કાર્ડ મેળવવા માટે વિદેશી કામદારોએ ફરજિયાતપણે પોતાના વતન પરત ફરવું પડશે, આવા કડક નિયમોના અમલની તૈયારી વચ્ચે અમેરિકન ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. પરંતુ, આ ર્નિણય સામે ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રના દિગ્ગજાેએ મોરચો માંડતા પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
રિપોર્ટ્સ અનુસાર, યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ ના નવા નિયમોને કારણે અમેરિકાની મોટી કંપનીઓનું કાર્યબળ પ્રભાવિત થવાની ભીતિ હતી. પરિણામે, યુએસ ચેમ્બર ઓફ કોમર્સ સહિતના અનેક ઉદ્યોગ સંગઠનો અને સીઈઓએ વ્હાઇટ હાઉસ સાથે સીધો સંપર્ક સાધ્યો. ઈમેઈલ, ફોન કોલ્સ અને ખાનગી બેઠકો દ્વારા આ નેતાઓએ વહીવટીતંત્રને ચેતવણી આપી હતી કે જાે આ નીતિ લાગુ કરવામાં આવશે, તો તેનો સીધો ફટકો અમેરિકાના અર્થતંત્ર અને ઇનોવેશનને પડશે.
વ્યવસાયિક જગતના આ તીવ્ર દબાણ સામે વહીવટીતંત્રનું વલણ નરમ પડ્યું છે. વ્હાઇટ હાઉસ અને અધિકારીઓએ ઉદ્યોગપતિઓને ખાતરી આપી છે.