01, જાન્યુઆરી 2025
ઝાલોદ |
792 |
હાલ દાહોદ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારોમાં પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન યોજના) માં મૂળભૂત રીતે શાળામાં આવેલ કિચન શેડ અને ઉપલબ્ધ સંશાધનો અને રસોઈ બનાવતા સ્થાનિક વિધવા ત્યકતા, મહિલાઓ દવારા ૧૯૮૪ થી આ યોજનામાં કામ કરી રહેલ છે જે આ અમલી યોજનાનું સ્વરૂપ ફેરવીને કેન્દ્રિય રસોડાની યોજના માટે ખાનગી સંસ્થાઓમાં જમીન ફાળવવા સેન્ટ્રલાઈઝ કિચન બનાવવા માટે શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા મે. જિલ્લા કલેકટર દાહોદનાઓને તા.૨૭/૧૧/૨૦૨૪ ના રોજ પત્ર લખવામાં આવ્યા છે એ સંદર્ભે મધ્યાહન ભોજનમા કામગીરી કરતા વર્કરો દ્વારા જણાવવામાં આવ્યું કે ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલયના તા. ૧૬/૦૪/૨૦૧૯ ના રાજપત્રની મુખ્ય સૂચનાઓ મુજબ પ્રત્યેક શાળાના કમ્પાઉન્ડમાં ભોજન બનાવવા પાયાની સુવિધાઓ ઉપલબ્ધ હોવી જાેઈએ એ મુજબ ગુજરાત રાજયમાં ૧૯૮૪ થી દાહોદ જિલ્લાની તમામ શાળાઓમાં કિચન ક્રમ શેડ, ભોજન બનાવવાના તમામ સાધનો, ગેસ કનેકશન જેવી પાયાની તમામ સુવિધાઓ મે.ગુજરાત સરકાર દવારા છેવાડા સુધીના તમામ ગામોની શાળાઓમાં પુરી પાડવામાં આવેલ છે. તેમજ રસોઈ બનાવવા માટે સ્થાનિક સંચાલક, રસોઈયા, હેલ્પર, સહિતના તમામ સ્ટાફ અને માન. સરકારના અન્ન અને નાગરિક પુરવઠાના નિગમ દવારા અનાજ, કઠોળ, તેલ દાળ મેનું મુજબની વાનગી બનાવવામાં આવે છે. અને જિલ્લાની તમામ શાળાઓમાં બપોરનું ગરમ ભોજન અને સાંજનો ગરમ નાસ્તો બાળકોને આપવામાં આવે છે. અને નામદાર સુપ્રિમ કોર્ટ દવારા પણ બાળકોને ગરમ અને તાજુ ભોજન પીરસવા માટે આદેશ કરેલ છે. અને તે મુજબ તમામ શાળાઓમાં સ્થાનિક શાળા કક્ષાએ મધ્યાહન ભોજન સ્ટાફ (સંચાલક, રસોઈયા, મદદનીશ) દવારા ગરમ અને તાજુ ભોજન બનાવી બાળકોને ખવડાવવામાં આવે છે.
વધુમાં દરેક તાલુકા લેવલે કેન્દ્રિય રસોડાની યોજના માટે ખાનગી સંસ્થાઓને જમીન ફાળવવા શિક્ષણ વિભાગ ગાંધીનગર દવારા મે.જિલ્લા કલેકટર દાહોદને ૨૭/૧૧/૨૦૨૪ ના રોજ પત્ર લખવામાં આવેલ છે. તો મધ્યાહન વર્કરો દ્વારા દાહોદ જિલ્લાના તમામ મધ્યાહન ભોજન સંચાલકો રજુઆત કરેલ છે કે જાે આ રીતે જમીન ફાળવી કેન્દ્રિય રસોડા બનાવવામાં આવશે તો યોજનાનો મુખ્ય ઉદ્દેશ જેવા કે શાળામાં ભણતા દરેક બાળકોને સ્થાનિક શાળા કક્ષાએ શાળાના તમામ શિક્ષકોની તેમજ સ્થાનિક ગામલોકોની નજરો નજર બનતા ગરમ ભોજન અને ગરમ નાસ્તાથી શાળાના બાળકો વંચિત થઈ જશે. સેન્ટ્રલાઈઝ કિચનમાં બનાવવામાં આવતુ ભૌજન શાળા કક્ષા સુધી પહોંચતા ઠંડુ પડી જશે જેથી શાળાના બાળકો ગરમ ભોજનન અને ગરમ નાસ્તાના લાભ થી વંચિત થઈ જશે.દાહોદ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતી મુજબ અમુક શાળાઓમાં આવવા જવા માટે શાળાઓ એકબીજાથી દુર હોઈ શાળા કક્ષા સુધી ભોજન પહોંચતા મોડુ થઈ જવા પામશે જેથી બાળકોને ગરમ અને તાજાે ખોરાક (ભોજન-નાસ્તો) મળી શકશે નહિ.વધુમાં માન. રાજ્ય સરકાર દવારા ૧૯૮૪ થી આજદિન સુધી સ્થાનિક શાળા કક્ષાએ ભોજન બનાવવા માટે આધુનિક રસોડા, રસોડાના તમામ વાસણો જેવી પાયાની તમામ આધુનિક સુવિધાઓ પુરી પાડવામાં આવેલ હતી, અને તે અંગે ફાળવવામાં તેમજ ખર્ચ કરવામાં આવેલ તમામ ગ્રાન્ટનો ખર્ચ વ્યર્થ જવા પામશે. આમ સેન્ટ્રલાઈઝ રસોડાથી બાળકોને ગરમ અને તાજુ ભોજન અને ગરમ નાસ્તો આપવાના અભિયાન તેમજ ગુજરાત સરકારના કુપોષણમુકત ગુજરાત બનાવવાના અભિયાનમાં મોટી રુકાવટ આવશે. ઉપરોકત તમામ બાબતો તેમજ દાહોદ જિલ્લાની સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતી મુજબ સેન્ટ્રલાઈઝ કિચન બનાવવાની યોજનાની કામગીરી તાત્કાલિક બંધ અને રદ કરવામાં આવે તેવી દાહોદ જિલ્લાના તમામ સંચાલકો વતી આવેદનપત્ર આપી વિનંતી કરવામાં આવેલ હતી.