18, જુલાઈ 2021
9108 |
વડોદરા : રાજય શિક્ષણ વિભાગ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના બાળકો સરાકારી લાભ સાથે શિક્ષણ મેળવી શકે તે માટે આરટીઇ હેઠળ હેઠળ પ્રવેશ પ્રક્રિયા આપવાની શરુઆત કરી હતી.ગત વર્ષે કોરોનામાં શાળાઓ બંધ હોવાથી આરટીઇ હેઠળ પ્રવેશ પ્રક્રિયા બંધ રાખવામાં આવી હતી.પણ હવે કોરોનાની બીજી લહેર શાંત થતા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ તબક્કાવાર શરુ કરવાનું આયોજન કરી રહી છે.તેવા સમયે આરટીઇ હેઠળ ધોરણ ૧ માં બાળકોને પ્રવેશ અપાવવા માંગતા વાલીઓને ઓનલાઇન પ્રક્રિયા કરાવવાનંું જણાવતા વાલીઓએ સાયબર કાફે પર રુપિયા ખર્ચીને જરુરી દસ્તાવેજાે અપલોડ કર્યા હતા.તેમ છતાં પણ ઘણાં ફોર્મ રદ કરાયા હતા.જેમાં ખાસ કરીને ભાડાના મકાનમાં રહેતા વાલીઓએ નોટરી માન્ય દસ્તાવેજ અપલોડ કરતા તેમના ફોર્મ રદ કરાયા હતા.જેથી આજે આપ પાર્ટીના કાર્યકર વિરેન રામી અને કાર્યકર્તાઓએ ડીઇઓ કચેરીમા આવેદન આપીને રજીસ્ટર માન્ય ભાડા કરારને બદલે નોટરી માન્ય ભાડા કરાર ગ્રાહ્ય રાખવા રજૂઆત કરી હતી.આપની રજૂઆત મુજબ રજીસ્ટર ભાડા કરારમાં પરિવારને ચારથી પાંચ હજારનો ખર્ચ કરવો પડે છે.જે ગરીબ પરિવાર માટે મોટો છે.એેટલું જ નહી આ ભાડા કરાર ત્રણ દિવસમા અપલોડ કરવાનું જણાવ્યુ છે.શનિવાર તેમજ રવિવારની રજા જાેતો ત્રણ દિવસમાં આ કાર્યવાહી શકય ન હોવાથી તારીખમાં ૧૫ દિવસનો વધારો કરવો જરુરી છે.અને આ રજૂૂઆત પછી પણ કોઇ કાર્યવાહી કરવામા ન આવે તો આદોલન કરવાની ફરજ પડશે.