ટ્રમ્પને ફરી ફટકો: ૧૦% ગ્લોબલ ટેરિફ રદ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, મે 2026  |   3762

ઈરાન સાથેના યુદ્ધની સ્થિતિ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓને મોટો કાયદાકીય ફટકો પડ્યો છે. અમેરિકન ટ્રેડ કોર્ટે ટ્રમ્પ પ્રશાસન દ્વારા લાદવામાં આવેલા તાજેતરના ૧૦% ગ્લોબલ ટેરિફને ગેરબંધારણીય અને ગેરકાનૂની ગણાવ્યા છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ૧૯૭૦ના દાયકાના વેપાર કાયદાનો ઉપયોગ કરીને આટલા વ્યાપક ટેક્સ લાદવા ઉચિત નથી. ફેબ્રુઆરી મહિનામાં ટ્રમ્પે ‘ટ્રેડ એક્ટ ૧૯૭૪’ની કલમ ૧૨૨ નો સહારો લઈને આ ટેરિફ લાગુ કર્યા હતા. આ કલમ હેઠળ માત્ર ‘પેમેન્ટ ડેફિસિટ’ (ચુકવણી સંતુલન ખાધ) અથવા ડોલરની કિંમતમાં ભારે ઘટાડા જેવી કટોકટીમાં જ ૧૫૦ દિવસ માટે શુલ્ક લાદવાની મંજૂરી મળે છે. અમેરિકા હાલમાં કોઈ પેમેન્ટ સંકટનો સામનો કરી રહ્યું નથી, તેથી આ પગલું ગેરકાનૂની છે. કોર્ટે આ મામલે મહત્વનો આદેશ આપતા જણાવ્યું છે કે જે પક્ષકારોએ આ ટેરિફને પડકાર્યાે હતો, તેમને આગામી ૫ દિવસની અંદર વસૂલવામાં આવેલા ટેક્સના નાણાં પરત કરવામાં આવે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution