લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, મે 2026 |
1980
ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડી દ્વારા સુરતનાં હજારો વીવિંગ કારખાનેદારો જેના સૌથી મોટા વપરાશકારો છે એ વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટીની દરખાસ્ત કરીને રૂ.૧૦ હજાર કરોડથી પણ વધુનું ટર્નઓવર ધરાવતા અને ૪.૫૦ લાખ લોકોને રોજગારી આપતી કન્ઝ્યુમર ઇન્ડસ્ટ્રીઝ સામે મોટુ સંકડ ઉભું કરી દીધું હોવાની રજૂઆત સુરતનાં વિસ્કોસ વીવર્સ એસોસીએશને ટેક્સ્ટાઈલ મંત્રાલય અને ટેકનિકલ કમિટી, મુંબઇને કરી છે. વિસ્કોસ ફિલામેન્ટ યાર્નનાં સ્પીનરની એક તરફી રજૂઆતો સાંભળીને સમગ્ર દરખાસ્ત લાવવામાં આવી હોવાની સુરતનાં વિસ્કોસ વીવર્સ એસોસીએશનની રજૂઆતોનો પડઘો આગામી દિવસોમાં પડે અને સુરતના વીવિંગ ઉદ્યોગકારોને રાહત મળે તેવી શક્યતાઓ જાેવાઈ રહી છે.
વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવા સંદર્ભની ડાયરેક્ટર જનરલ ટ્રેડ રેમેડીની દરખાસ્તની વિરૂદ્ધમાં સુરતનાં વિસ્કોસ વીવર્સ એસોસીએશને કેન્દ્ર સરકારનાં ટેક્સ્ટાઈલ મંત્રાલય તેમજ ટેક્સ્ટાઈલ કમિટીને રજૂઆત કરી છે કે વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન ઉત્પાદિત કરતા સ્પીનર કે જેના ઇશારે એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવામાં આવી છે એ કંપની હજુ આજે પણ ૬૦ વર્ષ જૂની પીએસવાય ટેક્નોલોજીથી આધારિત મશીનરી પર વિસ્કોસ યાર્ન ઉત્પાદિત કરી રહી છે, કંપની જે યાર્ન તૈયાર કરે છે તેમાંથી ૪૦ ટકા યાર્ન સાવ હલકી કક્ષાનું હોય છે. પોતાની ૬ દાયકા જૂની ટેક્નોલોજી, મશીનરી પર ઉત્પાદિત થતાં યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટીનું રક્ષણ માગે એ કેટલે અંશે વાજબી છે? મઝાની વાત તો એ છે કે સ્પીનર એવું કહી રહ્યા છે કે ૭૫ ડેનિયર નીચેના યાર્ન પર તેમને નફો મળે છે પણ
૭૫ ડેનિયરની ઉપરના યાર્ન પર નુકસાની થઇ રહી છે. આવી સ્થિતિમાં સવાલ
એ ઉદભવે છે કે જાે ૭૫ ડેનિયરથી નીચેના યાર્નમાં નફો મળતો હોય તો ૭૫ ડેનિયર ઉપરનું યાર્ન શા માટે ઉત્પાદિત કરી રહ્યા છે, એથી વિશેષ ૭૫ ડેનિયરથી નીચેના યાર્નનું ઉત્પાદન ફક્ત ૬ હજાર ટન કરી રહ્યા છે જ્યારે ૪૦ હજાર ટન યાર્નની આયાત થઇ રહી છે, ત્યારે તેઓ આ યાર્નનું ઉત્પાદન વધારતા કેમ નથી? વિસ્કોસ વીવર્સ એસોસીએશને એવી પણ રજૂઆત કરી કે (ડ્ઢય્ઇ) ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડીની ટીમ જ્યારે સુરતમાં વિઝિટ પર આવી ત્યારે કોઇપણ ટેકનિકલ એક્સપર્ટ અધિકારી કે કર્મચારીઓને લીધા વગર એકમાત્ર સ્પીનરના પ્લાન્ટ વિઝિટ કરી આવી જ્યારે એન્ટી ડમ્પિંગ ડ્યૂટીથી જે કન્ઝ્યુમર ઇન્ડસ્ટ્રીઝ સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત થવાની છે, તેવા વીવીંગ કારખાનાઓમાં એક પણ વિઝિટ ન કરી, હવે કેવી રીતે કહેવાય કે ડીજીટીઆરએ વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવા સંદર્ભે તટસ્થ રિપોર્ટ આપ્યો છે, આ સમગ્ર મામલો જ કંઇક રંધાઈ રહ્યાની શંકા ઉભી કરે છે.
વીવર્સે ઘરબાર, ઓફિસો, સંપતિ ગીરવે મૂકીને નવી મશીનરીઓ વસાવી છે
સુરત વિસ્કોસ વીવર્સ એસોસીએશને ટેક્ષટાઇલ મંત્રાલયના અધિકારીઓ સમક્ષ એવી પણ ધારદાર રજૂઆતો કરી કે યાર્ન ઉત્પાદક મોટા ગજાનાં સ્પીનર આઇપીઓ બહાર પાડીને એકત્રિત કરાયેલી મૂડીથી મૂડીરોકાણ કરી રહ્યા છે, જ્યારે વિસ્કોસ યાર્નનો વપરાશ જે કરી રહ્યા છે એ વીવર્સ એટલે કે કન્ઝ્યુમર ઇન્ડસ્ટ્રીઝે છેલ્લા ૭ વર્ષમાં પોતાના ઘરબાર, ઓફિસો, સંપતિઓને ગીરવે મૂકીને ઉંચા વ્યાજે બેંક લોન લઇને રૂ.૧૦ હજાર કરોડથી વધુનું મૂડીરોકાણ કરીને એરજેટ, રેપિયર અને રેપિયર જેકાર્ડ જેવી અદ્યતન મશીનરીઓ પોતાના સુરત ખાતેના કારખાનમાં વિકસાવી છે. વીવર્સ સારી ક્વોલિટીનું વિસ્કોસ યાર્ન આયાત કરીને તેમાંથી એક્સપોર્ટ ક્વોલિટીનું કાપડ બનાવી રહ્યા છે, હવે જાે આયાતી યાર્ન મોંઘુ થશે તો સુરતનાં વીવર્સની કેડ ભાંગી જાય તેવી સ્થિતિ પેદા થશે
એન્ટી ડમ્પિંગ ડ્યૂટી હતી એ વખતે નફાકારક પરિસ્થિતિ છતાં મશીનરી અપગ્રેડ કેમ ન કરી
૬ દાયકા જૂની પીએસવાય સિસ્ટમ પર વિસ્કોસ ફિલામેન્ટ યાર્નનું ઉત્પાદન કરતી એકમાત્ર સ્પીનીંગ કંપનીએ આયાતી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન મોંઘુ કરવાની દરખાસ્ત કરી છે અને તેને ડીજીટીઆરએ એક તરફા સંમતિ આપીને નાણાં મંત્રાલયને ભલામણ કરી દીધી છે, જેના વિરોધમાં સુરતના વિસ્કોસ વીવર્સ એસોસીએશને એવી સોંસરવી રજૂઆત ટેકનિકલ કમિટી મુંબઇ (કાપડ મંત્રાલય)ને કરી છે કે ૨૦૦૭થી ૨૦૧૭નાં સમયગાળા દરમિયાન વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગુ હતી જ, આ સમયગાળા દરમિયાન સ્પીનરે કરોડો રૂપિયાનો નફો ઉલેચ્યો ત્યારે તેમને ૫૦ વર્ષ જૂની પીએસવાય ટેક્નોલોજી કે મશીનરી અપગ્રેડ કરવાનું કેમ ન સૂઝ્યું ? આજે સાવ આઉટડેટેડ ટેક્નોલોજી આધારિત મશીનરી પર યાર્ન ઉત્પાદિત કરીને સપ્લાય કરવામાં આવે છે જે અત્યંત નિમ્ન ક્વોલિટીનું હોવાથી જ સુરતનાં વીવર્સે એક્સપોર્ટ ક્વોલિટીનું યાર્ન ખરીદવાની નોબત આવે છે.