અનુપમ સિંહ ગેહલોતે પો.કમિ.નો ચાર્જ સંભાળ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, જુલાઈ 2026  |   2079

અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા છે.નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો છે.રાજ્યના ડીજીપી અને અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર જી.એસ મલિકે વિધિવત રીતે અનુપમસિંહ ગહેલોતને અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો ચાર્જ સોંપ્યો હતો.વડોદરા, રાજકોટ, સુરત અને હવે અમદાવાદમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવનાર બીજા  અધિકારી હશે. આ પ્રસંગે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પ્રોટોકોલ મુજબ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અગાઉ તેઓ સુરત, વડોદરા અને રાજકોટમાં પોલીસ કમિશનર તરીકે સેવા આપી ચૂક્યા છે. જે બાદ પોલીસ કમિશનરે અધિકારીઓ સાથે એક બેઠક પણ કરી હતી.પોલીસ કમિશનરે ગુનેગારોને ચેતવણી આપતા કહ્યું કે, કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે અમદાવાદ શહેરની એક જૂની અને આગવી ઓળખ છે, રાજધાનીથી સૌથી નજીક અને રાજ્યનું સૌથી મોટું શહેર છે.અમદાવાદમાં પોલીસ માટે ઘણા પડકારો છે.અમદાવાદમાં કાયદો વ્યવસ્થા ખૂબ જ સારી રીતે જળવાઈ રહી છે.વર્ષોથી અમદાવાદ પોલીસે કરેલા કામને આગળ વધારવાના છે. હાલ ચાર્જ લીધા બાદ સૌથી મહત્વનું કામ રથયાત્રાનું છે જે અમદાવાદમાં સૌથી મોટો તહેવાર છે.જે બાદ અમદાવાદ માટેના પડકારોમાં એક વિકસતા અમદાવાદમાં ટ્રાફિક મોટો પડકાર છે.આ ઉપરાંત આગામી સમયમાં કોમનવેલ્થ અને અન્ય ગેમ્સ અમદાવાદમાં રમાવાની છે જેમાં ટ્રાફિકને લઈને કામ કરવામાં આવશે કાયદો વ્યવસ્થા જળવાય તે મહત્વની વાત છે.પોલીસ સામાન્ય નાગરિકો માટે કામ કરશે.જે પણ વ્યક્તિ નાગરિકોને હેરાન કરશે અને તેની નોંધ પોલીસ ચોપડે ના થઈ હોય છતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. જાે કોઈ પોલીસનું પણ નાગરિકો માટેનું વાણી વર્તન યોગ્ય ન હોય તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે.અમદાવાદ શહેર ખૂબ જ મોટું છે શહેરમાં નાગરિકોને પ્રશ્નોનું નિવારણ પોલીસ સ્ટેશનથી થઈ જાય તે ધ્યાન રાખવામાં આવશે.કોઈપણ નાગરિકને કમિશનર કચેરી ફરિયાદ લઈને આવવું ન પડે તે પ્રમાણે કામગીરી કરવામાં આવશે. ગુનેગારો માટે ચેતવણી સમજે કે અપીલ પરંતુ કાયદામાં રહેશે તો જ ફાયદામાં રહેશે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution