લોકસત્તા ડેસ્ક 

સામાન્ય રીતે આપણએ ચહેરાની સફાઈ ઉપર જેટલું ધ્યાન આપીએ છીએ પરંતુ શરીરના અન્ય અંગો પર ધ્યાન આપતા નથી. જેમાંથી ગરદન, કોણી, ઘૂંટણ, અંડરઆર્મ્સ પર ઘણાં લોકોને કાળાશ જામતી હોય છે. એવામાં ગરદન પર મેલ જમા થતો હોય છે. ઘણાં લોકો વાળમાં હેર ડાઈ અને હેર કલર કરતાં હોય છે તેના કારણે પણ ગરદનની સ્કિન કાળી થઈ જાય છે. આ સમસ્યા માટે મહિલાઓ ખાસ ગરદન ચહેરાની સાથે ગરદન પર પણ બ્લીચ કરાવે છે, તેમ છતાં ત્યાંની સ્કિન કાળી જ રહે છે. જેથી આજે અમે તમને એવા ઉપાય જણાવીશું જેનાથી ગરદન થોડાં જ દિવસમાં ગોરી થઈ જશે.

ચણાનો લોટ

ચણાનો લોટ સ્કિન માટે બહુ જ ઉપયોગી છે. પણ ઘણાં લોકોને તેનાથી એટલે કઈ ફરક નથી પડતો કેમ લોકો રેગ્યુલર તેનો ઉપયોગ કરતાં નથી. ડેડ સ્કિન અને મેલ દૂર કરવા માટે ચણાનો લોટ ઉત્તમ છે. તેના માટે 1 ચમચી ચણાના લોટમાં અડધી ચમચી હળદર અને પેસ્ટ બને એટલું ગુલાબજળ મિક્સ કરીને ગરદન પર લગાવો. સૂકાયા બાદ ધોઈ લો. સપ્તાહમાં બેવાર આ ઉપાય કરો.

ટામેટાં 

1 ટામેટાંનો રસ કાઢીને તેમાં 1 ચમચી મધ મિક્સ કરીને ગરદન પર લગાવો. સૂકાય ગયા બાદ તેને હળવેથી રબ કરતાં ધોઈ લો. થોડાં જ સમયમાં તેની અસર દેખાવા લાગશે. સપ્તાહમાં બેવાર આ ઉપાય કરો.

લીંબુ 

લીંબુના રસમાં એસિડ હોય છે જે શરીરના અંગોનું કાળાપણુ દૂર કરવામાં મદદ કરે છે. તમારી ગરદનની સુંદર વધારવા માટે લીંબુ બ્લીચનું કામ કરી શકે છે. તેના માટે અડધી ચમચી લીંબુના રસમાં એક ચમચી ગુલાબજળ મિક્સ કરી આખા ગળામાં વ્યવસ્થિત રીતે લગાવી દો. આખી રાત તેને રહેવા દો. સવારે ગરદન પાણીથી ધોઈ લો. આમ કરવાથી તમારી ગરદન થોડા જ દિવસમાં ચમકી જશે.

દૂધ 

મુલતાની માટી, ચંદન પાઉડર અને હળદરમાં દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ગરદન પર 15 મિનિટ લગાવી રાખો અને પઠી ધોઇ લો. આમ કરવાથી ગરદનની કાળાશ દૂર થશે.

સોડા 

બેકિંગ સોડા દરેક ગૃહિણીના રસોડામાં વપરાય છે. તેનો ઉપયોગ માત્ર રસોઈ કરવા માટે જ નહિં પરંતુ ગરદનની સફાઈમાં પણ કરી શકો છો. તેને પાણીમાં મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ગરદન પર 15 મિનિટ લગાવી છોડી દો. આમ કરવાથી ગરદન પર જામેલી ગંદકી અને ડાઘા-ધબ્બા દૂર થઈ જશે. તે ત્વચા પર હાઈપર પિગ્મેન્ટેશન દૂર કરવામાં પણ મદદ કરશે.

દહીં 

દહીં માત્ર ખાવામાં જ નહિ પરંતુ શરીરની સુંદરતા નિખારવામાં પણ મદદરૂપ બને છે. ગરદન પણ જામેલા મેલને દુર કરવા માટે એક મોટી ચમચી દહીંમાં હળદર મિક્સ કરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ગરદન પર લગાવી છોડી દો. 15 મિનિટ બાદ હૂંફાળા પાણીથી મસાજ કરી તેને ધોઈ નાંખો. થોડા જ દિવસમાં ફરક દેખાશે.

બાજરીનો લોટ 

ચાર ચમચી બાજરીનો લોટ, એક ચમચી લીંબુનો રસ, એક ચમચી હળદર, એક ચમચી મલાઈમાં કાચું દૂધ નાંખીને મિશ્રણ તૈયાર કરો. આ લેપ ગરદન પર લગાવો. લેપ સુકાઈ જાય પછી નવશેકા પાણીથી ગરદન ધોઈ લો.