આઠ વિધાનસભા બેઠકો માટે બે-બે ઇન્ચાર્જની નિમણૂક કરી
30, જુન 2020 495   |  

ગાંધીનગર,તા.૨૯ 

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અધ્યક્ષતામાં રાજ્યમાં યોજાનાર વિધાનસભાની પેટાચૂંટણીઓ અંગે કોર ગૃપની બેઠક મળી છે. આ બેઠકમાં સંગઠન મહામંત્રી વી સતિશ, મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા પણ વિશેષ ઉ૫સ્થીત  રહ્યા હતા. આગામી દિવસોમાં રાજ્યમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણી તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે આ બેઠકમાં રણનીતિ ઘડવામાં આવી હતી અને વિવિધ હોદ્દાઓ પર નિમણૂંક કરાઈ હતી.

ભાજપ દ્વારા આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી ઈન્ચાર્જની નિમણૂક કરાઈ છે. સરકારના મંત્રી અને સંગઠન હોદ્દેદારની નિયુક્ત કરાઈ છે જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કે.સી.પટેલને અબડાસાની જવાબદારી સોંપવામાં આવી છે. આર.સી.ફળદુ, નીતિન ભારદ્વાજને લીંબડીની જવાબદારી સોંપવામાં આવી છે. ગણપત વસાવા, પૂર્ણેશ મોદીને ડાંગની જવાબદારી, ઈશ્વર પટેલ, ભરતસિંહ પરમારને કપરડાની જવાબદારી, સૌરભ પટેલ, આઈ.કે.જાડેજાને મોરબીની જવાબદારી, ગઢડાની જવાબદારી કુંવરજી બાવળીયાને સોંપાઈ છે. કરજણ માટે પ્રદીપસિંહ જાડેજા અને શબ્દશરણ બ્રહ્મભટ્ટની નિયુક્ત કરવામાં આવી છે. ધારીની જવાબદારી હકુભા જાડેજા, ધનસુખ ભંડેરીને સોંપાઈ છે. વર્ષ ૨૦૧૯માં સંગઠન સંરચના દરમિયાન કોર ગ્રૂપની બેઠક મળ્યા બાદ હવે મહિનાના અંતમાં આ બેઠક મળી છે. ભાજપ સરકારના ૮ મંત્રીઓને જુદી-જુદી આઠ વિધાનસભાની જવાબદારી સોપવામાં આવી છે, આ મંત્રીઓની સાથે-સાથે પ્રદેશના નેતાઓને પણ જવાબદારી સોંપાઈ છે એક મંત્રી અને બે પ્રદેશના નેતાઓ સાથેની એક ટીમ તૈયાર કરવામાં આવી. જેમને વિધાનસભાની બેઠક પ્રમાણેની જવાબદારી આપવામાં આવી છે.

પ્રદેશના મહામંત્રી ઉપાધ્યક્ષ અને સિનિયર નેતાઓને જવાબદારી સોંપાઇ

• અબડાસા વિધાનસભા-કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા- ભાજપ પ્રદેશ મહામંત્રી કે સી પટેલ

• લીમડી વિધાનસભા- કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ- સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી નીતિન ભરદ્વાજ

• કરજણ વિધાનસભા-ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહજાડેજા- પ્રદેશ મહામંત્રી શબ્દસરણ બ્રહ્મભટ્ટ

• ડાંગ વિધાનસભા- કેબિનેટ મંત્રી ગણપત વસાવા- ધારાસભ્ય પૂર્ણસ મોદી

• કપરાડા વિધાનસભા-રાજ્ય મંત્રી ઈશ્વર સિંહ પટેલ, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર

• મોરબી વિધાનસભા- કેબિનેટ સૌરભ પટેલ-પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા

• ગઢડા વિધાનસભા -કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા- ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા

• ધારી વિધાનસભા-રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને અમરેલી જિલ્લા પ્રભારી ધનસુખ ભંડેરી


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution