વડોેદરા , તા. ૫

બીજી ઓક્ટોબરથી શરુ થયેલ વન્યજીવ સંરક્ષણ સપ્તાહને ધ્યાનમાં રાખીને નવરચના યુનિવર્સિટી દ્વારા વન્યજીવો વિશેની માહિતી આપતા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ફોરેસ્ટ અધિકારી નિધી દવે દ્વારા વન્યજીવોને લગતી વિશેષ માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.

ગાંધ જંયતિના દિવસથી શરુ થયેલ વન્યજીવ સપ્તાહની ઉજવણીને ધ્યાનમાં રાખીને નવરચના યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની સમજમાં વન્યજીવ પ્રત્યેની સમજ વિસ્તૃત બને તે હેતુંથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ પ્રવુતિઓ કરીને સપ્તાહની ઉજવણીની શરુઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ફોરેસ્ટ અધિકારી નિધી દવે પણ જોડાયા હતા. નિધી દવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે , “આપણી આસપાસના જંતુઓનું પ્રમાણ જાળવવું ખુબ મહત્વનું છે. જતુંઓ વિના આપણા જીવનની કલ્પના કરવી ખૂબ અધરી વાત છે. જીવજંતુઓ પરાગરજકો છે જે પર્યાવરણનું જતન કરે છે. ”તે સિવાય અન્ય અગ્રણીઓ દ્વારા પર્યાવરણને થતું નુકશાન વિશે ચિંતા વ્યકત કરવામાં આવી હતી.