શહેરના વિવિધ વિસ્તારોના માર્ગો પરનો ડામર અસહ્ય ગરમીને પગલે પીગળી ગયો!
15, મે 2022 396   |  

વડોદરા, તા. ૧૪

થોડા દિવસથી બપોર દરમ્યાન અસહ્ય તાપના કારણે મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી સેન્ટીગ્રેડને પાર નોંધાતો જાેવા મળ્યો હતો. સૂર્યદેવના રૌદ્ર સ્વરુપના કારણે શહેરના વિવિધ રાજ માર્ગો પર ડામર પીગળેલું જાેવા મળતા અકસ્માતની ભીતી વ્યકત કરવામાં આવી હતી. તે સાથે જ ગઈકાલથી વાવાઝોડાની અસરને પગલે રાત્રી દરમ્યાન ધૂળની ડમરી ઉડે તેવો પવન ફૂંકાવવાની સાથે મહત્તમ તાપમાનમાં પણ ૧.૮ ડીગ્રી સેન્ટીગ્રેડનો ધટાડો નોંધાતા શહેરીજનોમાં રાહત જાેવા મળી હતી.

બદલાતા જતા વાતાવરણ વચ્ચે રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં બપોર દરમ્યાન ગરમીનું પ્રમાણ સતત વધતું જતું હોવાથી હિટવેવની જાહેરાત કરવામાં આવી હતી. અસહ્ય ગરમીને પગલે અનેક નિર્ણયો પણ જેતે જિલ્લાઓના વહીવટી અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યા હતા. જેને કારણે લોકોને ગરમીથી રાહત ંમળી શકે. બીજી તરફ અસહ્ય ગરમીને પગલે શહેરના મહાવીર હોલ , વારસીયા રીંગ રોડ તેમજ અન્ય રાજમાર્ગો પરના ડામર પિગળતા રહાદારીઓને ભારે જહેમતનો સામનો કરવો પડ્યો હતો. વાહન સ્લીપ થઈ જવાની ભીતી સાથે લોકો પસાર થઈ

રહ્યા હતા.

જેને પગલે પાલીકા દ્વારા રેતી નાખવામાં આવી હતી. તે સાથે અસહ્ય ગરમી બાદ ગત રાત્રી દરમ્યાનથી ધૂળની ડમરી ઉડે તે પ્રકારે પવન ફૂંકાતા મહત્તમ તાપમાનમાં ધટાડો જાેવા મળ્યો હતો. તે સાથે દરમ્યાન મહત્તમ તાપમાન ૩૯.૮ સેન્ટીગ્રેડ ડીગ્રીની સાથે લધુત્તમ તાપમાન ૨૭.૬ સેન્ટીગ્રેડ ડીગ્રી નોંધાયું હતું. તે સાથે જ વાતાવરણમાં વહેલી સવારે ભેજનું પ્રમાણ ૭૧ ટકાની સાથે સાંજે ૩૩ ટકા નોંધાયું હતું. વાતાવરણમાં હવાનું દબાણ ૧૦૦૦.૨ મીલીબાર્સની સાથે ઉત્તર – પશ્ચિમ દિશા તરફથી ૧૩ કિ.મી.ની ઝડપે પવન ફુકાંયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution