દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિશી ૨૧મીએ શપથ લેશે
18, સપ્ટેમ્બર 2024 693   |  


નવી દિલ્હી:આમ આદમી પાર્ટીના નેતા આતિશી ૨૧ સપ્ટેમ્બરે દિલ્હીમાં મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. માહિતી મુજબ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને શપથગ્રહણની જાણકારી આપી છે. જે ૨૧મી સપ્ટેમ્બરની તારીખ જણાવવામાં આવી રહી છે. અરવિંદ કેજરીવાલે મંગળવારે સાંજે એલજીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું અને આતિશીએ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. જાેકે, આમ આદમી પાર્ટી દ્વારા શપથગ્રહણની તારીખને લઈને કોઈ તારીખ આપવામાં આવી નથી. આમ આદમી પાર્ટીના નેતા આતિશી ૨૧ સપ્ટેમ્બરે દિલ્હીમાં મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. સુત્રો જણાવે છે કે મુખ્યમંત્રી વર્તમાન કેબિનેટ બદલવાની તરફેણમાં નથી. આવી સ્થિતિમાં વર્તમાન મંત્રીઓને કેબિનેટમાં સ્થાન મળે તેવી ધારણા છે. તે જ સમયે, અન્ય બે બેઠકો માટે ઘણા ધારાસભ્યો રેસમાં છે. આ બંને સીટ પર કોમન સીટ છે. આ જનરલ સીટ પર સોમનાથ ભારતી, દુર્ગેશ પાઠક, સંજીવ ઝા, દિલીપ પાંડે અને મહેન્દ્ર ગોયલ મંત્રી બનવાની રેસમાં છે. તે જ સમયે, કુલદીપ કુમાર, વિશેષ રવિ અને ગિરીશ સોની એસટી ક્વોટામાંથી મંત્રી બનવાની રેસમાં છે. સૂત્રોનું માનીએ તો ગુરુવાર સુધીમાં દિલ્હી કેબિનેટ અંગે ર્નિણય લેવામાં આવશે. તે જ સમયે, રાષ્ટ્રપતિ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ, નવી સરકાર શુક્રવાર સુધીમાં શપથ લઈ શકે છે. માનવામાં આવે છે કે આ વખતે સરકાર લેફ્ટનન્ટ ગવર્નર સચિવાલયમાં જ શપથ લેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution