મુન્દ્રા બંદરે એટીએસની ટીમે પાકિસ્તાનથી આવેલા જહાજને રોકી સઘન ચકાસણી કરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, જુન 2026  |   2673

કચ્છના મુન્દ્રા બંદરે એટીએસની ટીમે જહાજની તપાસ હાથ ધરી છે અને પાકિસ્તાનથી આવેલા જહાજને રોકી સઘન ચકાસણી શરૂ કરવામાં આવી છે. જહાજ મુન્દ્રાથી મુંબઈના નવાશેવ બંદર જવાનું હતું. અને જહાજમાં કોઈ શંકાસ્પદ સામગ્રી હોવાની આશંકાના કારણે ગુજરાત એટીએસએ તપાસનો દોર શરૂ કર્યો છે. હાલામાં તો ગુજરાત એટીએસ જ તપાસ કરી રહી છે, તો અન્ય કોઈ એજન્સી તપાસ નથી કરી રહ્યું.

આ સમગ્ર ઘટનાને લઈ વાત કરીએ તો ગુજરાત એટીએસ સિવાય અન્ય કોઈ એજન્સી આ મામલે તપાસ કરી રહ્યું નથી. એટીએસ દ્વારા સ્વતંત્ર રીતે તપાસ હાથ ધરાઈ છે અને સમગ્ર ઘટનાને લઈને બંદર વિસ્તારમાં ચર્ચાનો માહોલ છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓ ગુપ્ત માહિતીના આધારે સક્રિય બની છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાનો ખુલાસો થશે. હાલમાં ગુજરાત એટીએસ તરફથી પણ કોઈ માહિતી સામે આવી નથી કે જહાજમાં શું છે અને કેમ રોકવામાં આવ્યું છે.ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં મુન્દ્રા દરિયાકાંઠેથી રૂ. ૧,૧૮૦ કરોડની કિંમતનું ૧૧૮.૯૭ કિલો કોકેઈન ઝડપાયું છે. બ્રાઝિલથી પાકિસ્તાન થઈને આવેલી આ ડ્રગ્સની ડિલિવરી દિલ્હી થવાની હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત આશરે રૂ. ૧,૧૮૦ કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મળી હતી કે, વિદેશથી આવી રહેલા એક મોટા જહાજમાં કરોડોનું ડ્રગ્સ છુપાવવામાં આવ્યું છે. આ બાતમીના આધારે કોસ્ટ ગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટ સાથે એટીએસની ટીમ મુન્દ્રાના દરિયામાં પહોંચી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution