લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, જુન 2026 |
2475
શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી કોટેશ્વરની કરોડો રૂપિયાની કિંમતની કિંમતી જમીન પચાવી પાડવા માટે એક ૭૭ વર્ષીય વૃદ્ધે ખતરનાક ખેલ ખેલ્યો હોવાની ઘટના સામે આવી છે. જમીનના અસલી માલિકની જાણ બહાર તેમની જ નકલી સહીઓ કરી નોટરાઈઝડ દસ્તાવેજાે ઉભા કરી જમીન પચાવવાના આ જમીન કૌભાંડમાં ચાંદખેડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગતો એવી છે કે, નિકોલ વિસ્તારમાં રોયલ રેસીડેન્સીમાં રહેતા ૪૦ વર્ષીય વેપારી દાદુદાન નટવરદાન ગઢવીએ કોટેશ્વરના નવા સર્વે નંબર ૨૩૪/૩૪ વાળી અંદાજે ૧૪,૫૯૯ ચોરસ મીટર જમીન મૂળ ખેડૂત વારસદારો પાસેથી કાયદેસર પાવર ઓફ એટર્ની અને વેચાણ દસ્તાવેજ દ્વારા ખરીદી હતી. આ જમીન પર તેઓનો કાયદેસરનો કબજાે હતો અને જમીનના ટાઈટલ ક્લિયર કરવાની પ્રક્રિયા ગતિમાં હતી.દરમિયાન, ગત તારીખ ૦૪/૧૧/૨૦૨૫ થી ૦૨/૦૫/૨૦૨૬ ના સમયગાળા દરમિયાન નિકોલના શ્રીરામ ટેનામેન્ટમાં રહેતા ૭૭ વર્ષીય પ્રતીકકુમાર મહેન્દ્રભાઈ પ્રજાપતિએ આ જમીન પચાવી પાડવાના બદઈરાદે મોટું કાવતરું રચ્યું હતું. આરોપી પ્રતીકકુમારે ફરિયાદી દાદુદાન ગઢવીની જાણ બહાર તેમની નકલી સહીઓ કરી એક ‘મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ‘ તૈયાર કર્યું હતું. આ બનાવટી સ્ર્ેં ને સાચું ઠેરવવા માટે તેને નોટરાઈઝડ પણ કરાવાયું હતું.આરોપીએ આ નકલી એમઓયુના આધારે જમીન બજારમાં વેચવા માટે મૂકી દઈ ફરિયાદીની માલિકીની જમીનના ટાઈટલને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.