શહેરના કોઈ મહત્ત્વના સ્થાને સ્થાપિત કરવા માટે લાવવામાં આવેલી દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને સ્વતંત્રતાસેનાની સ્વ. બાબુ જગજીવન રામની પ્રતિમા વોર્ડ નંબર - ૪ની ઓફિસના પટાંગણમાં ધૂળ ખાઈ રહી છે. દુઃખની વાત તો એ છે કે, પ્રતિમાની આસપાસ લાકડાના ભારા ગોઠવવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી આ જગ્યાએ પ્રતિમા મુકી રખાઈ છે. એના અનાવરણની કોઈને

પડી નથી. વોર્ડ ઓફિસનો કચરો જ્યાં ઠલવાય છે ત્યાં સ્વતંત્રતાસેનાની સરસ પ્રતિમા મુકી દેવાઈ છે. વોર્ડ નંબર - ૪ શહેરના મેયર પિન્કીબેન સોનીનો છે. કદાચ પિન્કીબેન અહીં આવતા પણ હશે અને એમની નજર પ્રતિમા પર પડતી પણ હશે. પણ અફસોસ આ પ્રતિમાનું આદર જળવાય તેવા સ્થાને એનું અનાવરણ કરવાનો શુભ વિચાર એમના મનમાં આવતો નહીં હોય. કહેવાય છે કે, પિન્કીબેનનું કોર્પોરેશનમાં ઝાઝુ ઉપજતું નથી. ઘણા ર્નિણયોમાંથી એમને બાકાત રાખવામાં આવે છે. પણ સ્વ. બાબુ જગજીવન રામની પ્રતિમાને યોગ્ય સ્થાને મુકવાની યોજનાનું ઈનિશિયેટિવ જાે પિન્કીબેન લેતા હોય તો અમારો દાવો છે કે, એમાં એમને તમામ કાઉન્સિલરોનું સમર્થન પ્રાપ્ત થશે.