લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, ડિસેમ્બર 2021 |
113058
અમદાવાદ, આજે બહુચર માતાજીનાં પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભૂલાભાઈ ખાતે આવેલા નવાપુરના બહુચર માતાજીનાં મંદિરમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો સાથે સાથે માતાજીને પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો આજે માતાજીને પડની રોટલી અને કેરીનો રસ ધરાવવામાં આવ્યો હતો. આજે માગશર સુદ બીજના દિવસે વલ્લભ ભટ્ટ એ નગરની નાત ને રોટલી અને રસ જમાડયો હતો જેથી આજે માતાજીને વિશેષ રસ અને રોટલી ધરાવવામાં આવે છે. માતાજીને આજે અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ મીઠાઇ મેવા અને ફરસાણ ધરાવવામાં આવ્યા હતા. માતાજી વલ્લભ ભટ્ટની ભક્તિ થી પ્રસન્ન થઈ તેમણે આનંદના ગરબાની રચના કરવા માટેની પણ પ્રેરણા આપી હતી અને તેમણે આજે આંખો પણ આપી હતી જેથી માતાજી ને આનંદ નો ગરબો વિશેષ પ્રિય છે જે કરવા થી તમામ દૂર દૂર થાય છે અને માતાજીની કૃપા રહે છે. આજે બહુચર માતાજીનાં મંદિર બહુચરાજી ખાતે પણ માતાજીને વિશેષ શણગાર અને અન્નકૂટ રસ રોટલી ધારવવામાં આવ્યા હતા. સોલા બાળા બહુચર મંદિર ખાતે પણ વિશેષ ઉજવણી અને આનંદનો ગરબો કરવામાં આવ્યો હતો.