બાંગ્લાદેશ હાઈકોર્ટે હિન્દુ સંત ચિન્મય દાસના જામીન ફગાવ્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, મે 2026  |   3564

બાંગ્લાદેશમાં હિન્દુ સંત બ્રહ્મચારી ચિન્મય કૃષ્ણ દાસને ઝટકો લાગ્યો છે. દેશની હાઈકોર્ટે રવિવારે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે ૨૦૨૪માં વકીલની હત્યાના કેસમાં ચટ્ટોગ્રામની નીચલી કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે, તેથી, હાલમાં જામીન આપી શકાતા નથી. ચિન્મય કૃષ્ણ દાસ પર ૨૦૨૪માં રાજદ્રોહનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો અને ૨૫ નવેમ્બર, ૨૦૨૪ના રોજ ઢાકાના હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. બે સભ્યોની હાઈકોર્ટની બેન્ચ, જસ્ટિસ કેએમ ઝાહિદ સરવર અને જસ્ટિસ શેખ અબુ તાહેરે જામીન અરજી ફગાવી દેતા કહ્યું હતું કે કેસમાં સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે, તેથી દખલગીરી યોગ્ય નથી. સંતના વકીલ અપૂર્વ કુમાર ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે કોર્ટે અન્ય ચાર કેસોમાં જામીન અરજીઓની સુનાવણી માટે સોમવારનો દિવસ નક્કી કર્યો છે. એપ્રિલ ૨૦૨૪ માં, હાઇકોર્ટે તેમને રાજદ્રોહના કેસમાં જામીન આપ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટના અપીલ વિભાગે તે આદેશ પર સ્ટે આપ્યો હતો. શેખ હસીના સરકારને હટાવ્યા પછી, ચિન્મય કૃષ્ણ દાસના સંગઠન, ‘સંમિલિત સનાતન જાગરણ જાેત’ એ હિન્દુ સમુદાય પર કથિત હુમલાઓ અને ભેદભાવ સામે અનેક વિરોધ પ્રદર્શનોનું આયોજન કર્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution