લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, જાન્યુઆરી 2026 |
8415
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બગડતા રાજદ્વારી સંબંધો છતાં, ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનના ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૬માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમવાની સંભાવના યથાવત્ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ હાલમાં બાંગ્લાદેશી ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવવાનો ઇનકાર કરતાં વેઈટ એન્ડ વૉચ ની નીતિ અપનાવી છે અને આ મામલે સરકારના નિર્દેશોની રાહ જાેઈ રહ્યું છે.
મિની-ઓક્શનમાં વેચાનારા મુસ્તફિઝુર રહેમાન એકમાત્ર બાંગ્લાદેશી ખેલાડી હતો. તેને કોલકાતા નાઈટ રાઈડર્સે રૂ.૯.૨૦ કરોડની મોટી રકમમાં ખરીદ્યો હતો. જાેકે, આ ખરીદી બાદ દ્ભદ્ભઇને સોશિયલ મીડિયા પર આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ચાહકો અને કેટલાક રાજકીય નેતાઓએ બાંગ્લાદેશમાં પ્રવર્તમાન રાજકીય અસ્થિરતા અને ભારત વિરોધી ભાવનાઓને કારણે બાંગ્લાદેશી ખેલાડીઓનારમવા પર સવાલ ઉઠાવ્યા છે.
સ્પષ્ટ કર્યું છે કે તે ભારત સરકારના આદેશ વિના બાંગ્લાદેશી ખેલાડીઓ પર કોઈ પ્રતિબંધ નહીં લગાવે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “સ્થિતિ સંવેદનશીલ છે. અમે સતત સરકારના સંપર્કમાં છીએ.