વડોદરા-

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર અને ડેરીના પ્રમુખ દિનુમામા વચ્ચે સમાધાન થયા બાદ પણ ડેરીની સામાન્ય સભામાં ગત વર્ષ જેટલો જ ભાવફેર અપાતાં વિવાદનો ચરૂ ફરી ભભૂકી ઊઠ્યો છે. ચાલુ વર્ષે સભાસદોએ દૂધ વધારે ભર્યું હોવા છતાં યોગ્ય રકમ ન અપાતાં રાજકીય નેતાઓની હાજરીમાં સાવલી-ડેસરના દૂધ મંડળીના મંત્રીઓ બે વર્ષના હિસાબ રજૂ કરી ડેરીએ અન્યાય કર્યો હોવાની રજૂઆત કરશે. આ મુદ્દે નિરાકરણ નહીં આવે તો ડેરી સામે હલ્લાબોલ કરવાની કેતન ઈનામદારે ચીમકી ઉચ્ચારી છે.

સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે અને ગુરૂવારથી બરોડા ડેરીની સામે તંબુ તાણીને બેસી રહીશું. કેતન ઈનામદારે જણાવ્યું કે, બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને ભાવફેરની સારામાં સારી રકમ આપવાની ખાતરી ડેરી સંચાલકોએ આપી હતી. જોકે 15મીએ ડેરીની સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખે ગત વર્ષ જેટલો રૂા.685નો ભાવફેર જાહેર કર્યો હતો. જેનાથી પશુપાલકો અને મંડળીઓના પ્રમુખ, મંત્રી નારાજ છે. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે વધુ દૂધ ભર્યું છે ત્યારે ડેરીના સંચાલકોએ ભાવફેરની યોગ્ય રકમ આપવાનો જે વિશ્વાસ આપ્યો હતો તે તોડ્યો છે.

આ પણ વાંચો..

https://www.loksattanews.co.in/news/allegations-of-corruption-in-baroda-dairy-dairy-chairman-dinu-patel-refutes-allegations-made-by-mla-ketan-inamdar