વડોદરા-

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર અને ડેરીના પ્રમુખ દિનુમામા વચ્ચે સમાધાન થયા બાદ પણ ડેરીની સામાન્ય સભામાં ગત વર્ષ જેટલો જ ભાવફેર અપાતાં વિવાદનો ચરૂ ફરી ભભૂકી ઊઠ્યો છે. ચાલુ વર્ષે સભાસદોએ દૂધ વધારે ભર્યું હોવા છતાં યોગ્ય રકમ ન અપાતાં રાજકીય નેતાઓની હાજરીમાં સાવલી-ડેસરના દૂધ મંડળીના મંત્રીઓ બે વર્ષના હિસાબ રજૂ કરી ડેરીએ અન્યાય કર્યો હોવાની રજૂઆત કરશે. આ મુદ્દે નિરાકરણ નહીં આવે તો ડેરી સામે હલ્લાબોલ કરવાની કેતન ઈનામદારે ચીમકી ઉચ્ચારી છે.

સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર આજે પશુપાલકો સાથે બરોડા ડેરી સામે બે દિવસના પ્રતિક ધરણાં કરવાના હતા પરંતુ વડોદરા મકરપુરા પોલીસે તેમને પ્રતિક ધરણાંની મંજૂરી આપી ન હતી. જેના કારણે તેઓએ સર્કિટ હાઉસ ખાતે જ ધરણાં શરૂ કરી દીધા હતા. જો કે, કેતન ઇનામદારે ધરણાં શરૂ કરતા જ તેમને મનાવવા માટે જિલ્લા ભાજપના પ્રભારી પરાક્રમ સિંહ આવી પહોંચ્યા હતા.  ધારાસભ્યા કેતન ઇનામદારને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, જો કોઇ નિર્ણય નહીં લેવાય તો ગુરૂવારનો હલ્લાબોલનો કાર્યક્રમ કરવામાં મને કોઇ રોકી નહીં શકે. જે પણ પરિણામ આવશે તે આવે. બરોડા ડેરીના સંચાલકો પોતાની મનમાની ચલાવે છે. તેઓ બરોડા ડેરી પોતાની છે તેવું સમજી રહ્યા છે. પરંતુ આ વખતની લડાઇ લડીને જ રહીશું. બરોડા ડેરીનો કરોડોનો વેપાર નાનામાં નાના પશુપાલકો પર નિર્ભર છે. ત્યારે તેમને જ ભાવ ફેર આપવાની વાત ફગાવે છે. પરંતુ આ સામે સભાસદોનો આક્રોષ જ્વાળામુખી થઇને બહાર આવી રહ્યો છે. ફરી કહું છું કે, બરોડા ડેરીના સંચાલકો પૈસાના જોરે જે કરવા માંગતા હોય તે બધું જ કરી લે પરંતુ અમારી લડત ચાલુ રહેશે.


આ પણ વાંચો..

https://www.loksattanews.co.in/news/baroda-dairy-case-heated-up-again-mla-ketan-inamdar-uttered-this-shit-find-out-what-he-said