IPLમાં રીલ બનાવવા-પોસ્ટ કરવા પર BCCIનો પ્રતિબંધ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, મે 2026  |   3564


ખેલાડીઓ, તેમના પરિવારના સભ્યો અને બ્રોડકાસ્ટર માટે કામ કરી રહેલા પૂર્વ ક્રિકેટરોIPLમેચ દરમિયાન રીલ બનાવી શકશે નહીં કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકશે નહીં. નિયમ તોડવા પર બીસીસીઆઈ દંડ અને કાનૂની કાર્યવાહી કરી શકે છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએIPLન્માં ભ્રષ્ટાચાર વિરોધી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ખેલાડીઓ, કોમેન્ટેટરો, તેમના પરિવાર અને બ્રોડકાસ્ટરો માટે સોશિયલ મીડિયા કન્ટેન્ટ પર કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. બોર્ડે કહ્યું છે કે સંવેદનશીલ વિસ્તારોમાં રીલ કે વીડિયો બનાવવો સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.

મીડિયા રિપોર્ટ અનુસાર, BCCIની એન્ટી-કરપ્શન યુનિટ એ આ સિઝનમાં નિયમ ભંગના ઘણા કેસ પકડ્યા છે. આમાં ખેલાડીઓ અને બ્રોડકાસ્ટર તરીકે કામ કરી રહેલા પૂર્વ ક્રિકેટરો પણ સામેલ છે. બોર્ડે ચેતવણી આપી છે કે સુરક્ષા પ્રોટોકોલનું પાલન ન કરનારાઓ પર ભારે દંડ અને કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

રિપોર્ટ અનુસાર, આ સિઝનમાં કેટલાક કોમેન્ટેટર્સે નિયમો તોડ્યા છે. એક પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર મેચની મહત્વની પળોમાં ડગઆઉટ પાસે ફોનથી વીડિયો બનાવતા જાેવા મળ્યા હતા. બીસીસીઆઈ ટીમે તરત જ રેકોર્ડિંગ અટકાવ્યું. બોર્ડ હવે એક પૂર્વ ક્રિકેટરને કાનૂની નોટિસ મોકલવાની તૈયારીમાં છે, જે મેદાન પર પોતાની યુટ્યુબ ચેનલ માટે વીડિયો શૂટ કરી રહ્યો હતો. નિયમ અનુસાર,IPLનો સત્તાવાર ડ્રેસ પહેરીને મેદાન પર ખાનગી કન્ટેન્ટનું શૂટિંગ કરી શકાતું નથી.

બીસીસીઆઈને ચિંતા છે કે નવી પેઢીના ક્રિકેટરો સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ પોસ્ટ કરવામાં વધુ રસ દાખવી રહ્યા છે. એક ભારતીય ખેલાડીને ટીમની મુસાફરી અને રોકાણની માહિતી શેર કરતા રોકવામાં આવ્યો છે. બોર્ડે જાેયું કે કેટલાક ખેલાડીઓ મેચ પહેલાં કે પૂરી થતાં જ વીડિયો પોસ્ટ કરી દે છે. આનાથી ટીમની પ્રાઇવસી અને સુરક્ષાને ખતરો થઈ શકે છે. ઘણીવાર રીલ દ્વારા પ્લેઇંગ-૧૧નો સંકેત પણ મળી જાય છે.

બોર્ડે ખેલાડીઓના પરિવારના સભ્યોનેઆઈપીએલ દરમિયાન ફોટો અને વીડિયો પોસ્ટ કરવાનું ટાળવા જણાવ્યું છે. અગાઉ એક ભારતીય ફાસ્ટ બોલરને તેની પત્ની દ્વારા બનાવેલા ટીમ હોટલના વીડિયોને પ્રમોટ કરવા બદલ ચેતવણી આપવામાં આવી હતી. બોર્ડે એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ પર પણ નારાજગી વ્યક્ત કરી છે, જેમને ફ્રેન્ચાઇઝીએ ટીમ સાથે અનફિલ્ટર્ડ એક્સેસ આપ્યો છે. બોર્ડનું માનવું છે કે આનાથી એન્ટી-કરપ્શન પ્રોટોકોલનું ઉલ્લંઘન થાય છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution