ચૂંટણી પહેલાં નણંદ નયનાબા અને ભાભી રીવાબા વચ્ચે શુભેચ્છાના નામે મ્હેણાટોણાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, એપ્રીલ 2026  |   2277

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આખા ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ પ્રચારની સાથે સાથે એકબીજાના ઉમેદવારોને વાકબાણોથી પાડવાનું પણ કામ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં બહુચર્ચિત સૌરાષ્ટ્રના નણંદ ભાભીની જાેડી ફરી ચર્ચામાં આવી છે. નયનાબા અને રિવાબાએ એકબીજાને શુભેચ્છાની સાથે મ્હેણા ટોણા પણ માર્યા હતાક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબાએ પોતાના નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છા આપી હતી. જાેકે, આ મુદ્દો હાલ ચર્ચાનું કારણ બન્યો છે. નયનાબા જાડેજાએ ભાભીએ આપેલી શુભેચ્છા અંગે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના જે કોઈ વ્યક્તિઓ મને શુભેચ્છા પાઠવી રહ્યા છે તેમનો આભાર. રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસ સાથે જાેડાયેલા નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છાઓ પાઠવી હતી. શુભેચ્છાની સાથે તેમણે ભાજપની જીતનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ચૂંટણી લડનાર દરેકને મારી શુભેચ્છાઓ છે, પરંતુ મને ભાજપના કાર્યકરો પર સંપૂર્ણ વિશ્વાસ છે. આગામી ૨૮ તારીખે જ્યારે પરિણામ આવશે, ત્યારે જીત તો ભારતીય જનતા પાર્ટીની જ થશે.” રીવાબાની આવી શુભેચ્છા પર નયનાબા જાડેજાએ હસતાં હસતાં પ્રતિક્રિયા આપી હતી. નયનાબાએ આ અંગે જણાવ્યું હતું કે, “શુભેચ્છા આપવા બદલ હું તેમનો આભાર માનું છું, પરંતુ આ જે નિવેદનો છે તે તેમનો ‘ઓવર કોન્ફિડન્સ‘ છે એટલે એ લોકો કોઈ સેટિંગ કરવાના લાગે છે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution