ભાભી જી ઘર પર હૈ શોમાં ગોરી મેમનો રોલ કરી રહેલી, નેહા પેંડસે રોલને લઈ શું કહ્યું ?

મુંબઈ-

સુંદર અભિનેત્રી નેહા પેંડસે ભાભી જી ઘર પર હૈ શોમાં ગોરી મેમનો રોલ કરી રહી છે. આ પહેલાં અનીતા ભાભીના નામથી પ્રસિદ્ધ આ કિરદાર સૌમ્યા ટંડન નિભાવી રહી હતી. સોમ્યા છેલ્લા ૫ વર્ષથી આ શોમાં કામ કરી રહી હતી. પણ હવે આ જગ્યાએ નેહા આવી ગઈ છે. ત્યારે નેહાએ વાત કરી કે તે આ શોમાં કઈ રીતે કામ કરી રહી છે અને તેની કેવી છાપ બહાર આવી રહી છે. નેહાએ એક ઈન્ટરવ્યૂમાં વાત કરી કે તે સૌમ્યાની નકલ નહીં કરે અને આ પાત્રમાં જીવ આપી દેશે, તેને કઈ રીતે વધારે સારુ કરી શકાય એ દિશામાં વિચારશે. નેહાનું કહેવું છે કે તે ઘણા દિવસોથી સારા પ્રોજેક્ટની રાહ જાેઈ રહી હતી.

એવામાં ભાભી જી ઘર પર હેમાં કામ મળવું એ એક મોટો મોકો છે. બધા જાણે છે કે અનીતા ભાભીના રોલમં ગોરી મેમનો રોલ દર્શકોને ખુબ પસંદ આવ્યો છે. એવામાં હવે નેહા આ રોલ કરી રહી છે એટલે થોડું દબાણ પણ આવવાનું જ. અને નેહા આ વાત માને પણ છે. કારણ કે દર્શકોને આ રોલને લઈ ખુબ આશા હોય છે. ત્યારે નેહાએ વાત કરી કે, મને શોના લેખક અને નિર્દેશન પર પુરો ભરોસો છે કે તે મને આ કામ કરાવવામાં સફળ થશે.

નેહાએ આગળ વાત કરી કે, જ્યારે તમે કોઈ એવો રોલ પ્લે કરો કે જે પહેલાથી જ કોઈ કરે છે તો લોકોને ખુબ આશા હોય છે, કારણ કે ઘણા લોકોએ મને પૂછ્યું કે શું તમે એવું જ કરી શકશો, કે પછી એમાં કંઈ તમારો પણ તડકો ઉમેરશો. તો હું જવાબ આપવા માગુ છું કે, હું એક કલાકાર છું, મિમિક્રી આર્ટિસ્ટ નથી. માટે હું સૌમ્યા ટંડનની એક્ટિગની કોપી નહી કરું, હું અનીતા ભાભીના રોલને જેની જરૂર છે એને વળગી રહીને મારી રીતે તેમજ નિર્દેશકના આદેશ અનુસાર પોતાનું બેસ્ટ આપવાની કોશિશ કરીશ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution