લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, એપ્રીલ 2026 |
2970
અમદાવાદમાં ટિકિટના મામલે કોંગ્રેસના શહેર પ્રમુખ સોનલ પટેલ અને રખિયાલ-સરસપુર વોર્ડના મહિલા પ્રમુખ ભાવનાબેન ગુપ્તા વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છએ..રખિયાલ-સરસપુર વોર્ડમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલનો વાળ ખેંચતો વીડિયો સામે આવ્યો છે. એક લાખ રૂપિયા ફંડ લીધા બાદ પણ ટિકિટ ન આપી હોવાનો આક્ષેપ કરનાર ભાવના ગુપ્તાએ વાળ ખેંચી લાફો ઝીંકયો હોવાનો દાવો કર્યો હતો. મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે તમામ કાર્યકર્તાઓની સામે ભાવનાબેન ગુપ્તા શહેર પ્રમુખ સોનલબેન પટેલના વાળ ખેંચતા હોય તેવો વીડિયો પણ સામે આવ્યો છે. આ સમગ્ર મામલે સોનલ પટેલે કહ્યું હતું કે ભાવનાબેન ગુપ્તા ભાજપમાંથી આવેલા છે એટલે કોઈના કહેવાથી કર્યું હોઇ શકે છે. સોનલ પટેલ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં સરસપુર રખિયાલ વોર્ડના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું. જે દરમિયાન આ સમગ્ર ઘટના બની હતી. જેથી ભાવનાબેન જે કોંગ્રેસના કાર્યકર્તા હતા અને તેમની દીકરી યુથ કોંગ્રેસના મહામંત્રી હતી તે બંનેને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કાર્યકર્તાને કોઈપણ તકલીફ હોય તો તે સ્થાનિક કક્ષાએ અથવા પ્રદેશ કક્ષાએ ફરિયાદ કરી શકતા હોય છે. જ્યારે કાર્યાલયના ઉદ્ઘાટન સમયે વાળ ખેંચાયા હતા અને બહાર નીકળતી હતી ત્યારે મારા પર હુમલો કર્યો હતો. ભાવનાબેન સાથે શું થયું છે તેની ચર્ચા કરવા માટે પણ સ્થાનિક આગેવાનોને કહેવામાં આવ્યું હતું. પૈસા લેવામાં આવ્યા છે તે આક્ષેપ તદ્દન પાયાવિહોણા છે. શહેર પ્રમુખ તરીકે ગાડીમાં બેસીને હું કઈ પૈસા ઉઘરાવવા માટે જાઉં નહીં. કોઈપણ પ્રકારનું ફંડ લેવામાં આવતું નથી. ટિકિટ ના મળતા બેન ફ્રસ્ટ્રેટ હોય તેવું લાગી રહ્યું છે. ભાવનાબેન ગુપ્તા ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા છે એટલે કોઈના કહેવાથી કર્યું હોય તેવું લાગી રહ્યું છે.