ભરૂચ:હાઈવે પરથી ગેરકાયદેસર હથિયાર સાથે 1 આરોપી ઝડપાયો
23, સપ્ટેમ્બર 2020

ભરૂચ-

ભરૂચમાં હાઈવેની હોટેલ નજીકથી પિસ્તોલ સાથે એક આરોપી ઝડપાયો હતો. આ ઉપરાંત તેની પાસેથી ત્રણ કારતૂસ પણ મળી આવ્યા હતા. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે પાલેજ નજીક હાઈવે પરથી ગેરકાયદેસર હથિયાર સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમને બાતમી મળી હતી કે, પાલેજ નજીક હાઈવે પર આવેલી સમા હોટેલ નજીક એક શખસ ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે, જેના આધારે પોલીસે દરોડા પાડતા આમોદના કૂડચણ ગામમાં રહેતો સુહેલ કપડવંજવાલા પાસેથી એક પિસ્તોલ અને ત્રણ કારતૂસ મળ્યા હતા. પોલીસે તેની પાસેથી રૂપિયા 50,300નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution