બોલિવૂડ ગાયક સોનૂ નિગમ દ્વારા ભૂષણ કુમારને એક્સપોઝ કરતો વીડિયો સામે આવ્યા બાદ તેના પરિવાર તરફથી પ્રતિક્રિયા સામે આવી રહી છે. ભૂષણકુમારની પત્ની દિવ્યા ખોસલા કુમારે જવાબ આપતા સોનૂ નિગમની ઝાટકણી કાઢી છે. દિવ્યાએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, “ આજકાલ બધુ કેમ્પેઈન ચલાવવા માટે જ છે. હું જાઈ રહી છું લોકો જૂઠને પણ વેચી દે છે અને પોતાનું સશક્ત કેમ્પેઈન ચલાવી શકે છે. સોનૂ નિગમ જેવા લોકો સારી રીતે જાણે છે કે, લોકોના માઈન્ડ સાથે કેવી રીતે રમવું છે? ભગવાન આપણા સંસાર ને બચાવે” અન્ય એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં દિવ્યાએ લખ્યું છે કે, “સોનૂ નિગમ ટી-સિરીઝએ તમને ઈન્ડસ્ટ્રીમાં બ્રેક આપ્યો અને તમને આગળ વધાર્યા. જા તમને આટલો જ ગુસ્સો હતો ભૂષણથી તો પહેલા કેમ કંઈ ના બોલ્યા? આજે પબ્લિસિટિ માટે આવું કેમ કરી રહ્યાં છો? તમારા પિતાજીના મેં પોતે એટલા વીડિયો ડિરેક્ટ કર્યા છે, જે માટે તેઓ હંમેશા આભારી રહ્યાં હતા.