08, ફેબ્રુઆરી 2021
1188 |
મુંબઇ
રિયાલિટી શો બિગ બોસ 14ના ફેન્સ શોના હોસ્ટ સલમાન ખાનથી નારાજ છે. હાલમાં જ અમુક ફેન્સે દાવો કર્યો કે સલમાન એપિસોડ જોયા વગર જ રૂબીના માટે તેનો ઓપિનિયન આપે છે. જ્યારે રાખીએ અભિનવ શુક્લા વિશે ઊંધું ચત્તુ બોલવાનું શરૂ કરી દીધું હતું ત્યારે રૂબીનાએ ગુસ્સામાં તેના પર પાણીથી ભરેલી ડોલ ફેંકી દીધી હતી. આ વાત પર સલમાન રાખી અને રૂબીના બંનેને ખિજાયો અને રાખીને શો છોડવા માટે પણ કહી દીધું.
રૂબીનાની બહેને એક વીડિયો બનાવ્યો જેમાં તે ફેન્સને રૂબીનાને સપોર્ટ કરવા માટે અપીલ કરે છે. ફોલોઅર્સે પણ રૂબીનાને સોશિયલ મીડિયા પર સપોર્ટ કરી. ત્યારબાદ 'સ્ટોપ હેરેસિંગ રૂબીના' હેશટેગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો. ત્યારબાદ રૂબીનાની બહેને ફેન્સનો આભાર માન્યો. સલમાન રુબીનાને રાખી સાવંત પર પાણી ફેંકવા અને તેના નામે 'ગંદકી, ગંદી સ્ત્રી, નીચ સ્ત્રી' કહેવા પર ખિજાયો. ત્યારબાદ રૂબીના ચિંતિત થઇ ગઈ અને અફસોસ કરતા કહેવા લાગી કે હું આવી નથી.
જોકે રૂબીનાના અમુક ફેન્સે દાવો કર્યો કે વીકેન્ડ કા વાર પહેલાં સલમાનને સિલેક્ટેડ ફૂટેજ જ દેખાડવામાં આવે છે. તો અમુક ફેન્સે લખ્યું કે સલમાને રોજ બિગ બોસ જોવું જોઈએ અને પોતાનો ઓપિનિયન આપવો જોઈએ. તો એક અન્ય ફેને ત્યાં સુધી લખી નાખ્યું કે જ્યારે સલમાન બધાને સાચા ખોટા કહી રહ્યો હતો ત્યારે તેણે કહ્યું, 'અલી તું સારું રમી રહ્યો છે અને રૂબીના પણ સારું રમી રહી છે' પણ તેણે સ્ટેજ પર રાહુલ વિરુદ્ધ કઈ ન બોલ્યું. જેનાથી સાબિત થાય છે કે તે મેકર્સની સ્ક્રિપ્ટ વાંચીને બોલે છે.