PM મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ લીની વચ્ચે દ્વિપક્ષીય બેઠક
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, એપ્રીલ 2026  |   3168

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે મ્યુંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજીને ભારત-દક્ષિણ કોરિયા વચ્ચે અત્યાધુનિક ટૅક્નોલૉજીથી લઈને કે-પોપમાં નવા યુગની શરૂઆત કરી છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધારવાની પણ જાહેરાત કરવામાં આવી છે. બંને દેશના નેતાઓ વચ્ચે સ્ર્ંેં કરાયા છે. આ ઉપરાંત વેપાર, સંસ્કૃતિ અને ટૅક્નોલૉજી ક્ષેત્રે ભાગીદારી વધારવા પર પણ ભાર અપાયો છે. દ્વિપક્ષીય બેઠક બાદ વડાપ્રધાન મોદી અને દ. કોરિયાના પ્રમુખ મ્યુંગે સંબોધન પણ કર્યું હતું. આ બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘પ્રથમવાર ભારત યાત્રા પર આવેલા રાષ્ટ્રપ્રમુખ મ્યુંગનું સ્વાગત કરીને મને ઘણી ખુશી થઈ રહી છે. બંને દેશોના ડીએનએમાં લોકશાહીના મૂલ્યો, માર્કેટ ઈકોનોમી અને કાયદાના શાસન પ્રત્યે સન્માન છે. છેલ્લા એક દાયકામાં અમારા સંબંધો વધુ મજબૂત અને વ્યાપક બન્યા છે. આજે અમે બંને દેશોની વિશ્વાસપાત્ર ભાગીદારીને ભવિષ્યલક્ષી ભાગીદારીમાં તબદીલ કરી રહ્યા છે. અમે ચિપ્સથી લઈને શિપ્સ સુધી, ટેલેન્ટથી લઈને ટૅક્નોલૉજી સુધી અને એન્વાયરમેન્ટથી લઈને એનર્જી સુધી, દરેક ક્ષેત્રમાં સહયોગની નવી તકોને સાકાર કરીશું અને સાથે મળીને બંને દેશોની પ્રગતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરીશું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution