ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિ જાહેર હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા સહિત ૧૯ ટોચના નેતાઓને સ્થાન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, માર્ચ 2026  |   2970

અમદાવાદ  : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાની રણનીતિ તેજ કરી દીધી છે. ભાજપ દ્વારા આજે સત્તાવાર રીતે ‘પ્રદેશ ચૂંટણી સમિતિ’ની જાહેરાત કરવામાં આવી છે. આ સમિતિમાં સરકાર અને સંગઠનના ૧૯ દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ આગામી ચૂંટણીમાં ટિકિટ ફાળવણી અને વ્યૂહરચનાનો આખરી ર્નિણય લેશે. ભાજપની આ ઉચ્ચ સ્તરીય સમિતિમાં રાજ્યના વહીવટી અને સંગઠન માળખાના પ્રભાવશાળી ચહેરાઓને સ્થાન મળ્યું છે. સમિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી જગદીશ વિશ્વકર્મા જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં જ્ઞાતિ અને પ્રાદેશિક સમીકરણોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે જેથી સમગ્ર રાજ્યમાં પક્ષની પકડ મજબૂત રહે. માત્ર સત્તામાં રહેલા મંત્રીઓ જ નહીં, પણ પક્ષના જૂના અને અનુભવી નેતાઓને પણ આ સમિતિમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આ સમિતિમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખોનો વિશેષ આમંત્રિત સભ્યો તરીકે સમાવેશ કરાયો છે. આ ઉપરાંત, સંગઠનના વરિષ્ઠ પદાધિકારીઓને પણ ર્નિણય પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યા છે, જેથી પાયાના કાર્યકરોની લાગણીને વાચા મળી શકે. ચૂંટણી સમિતિની જાહેરાત થતાની સાથે જ હવે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ વેગ પકડશે. આગામી દિવસોમાં સમિતિની બેઠકો મળશે જેમાં દાવેદારોના નામો પર ચર્ચા-વિચારણા કર્યા બાદ આખરી લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ભાજપનો ઉદ્દેશ્ય ક્લીન ઈમેજ અને જીતી શકે તેવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો છે. આ સમિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત સંગઠનના પ્રદેશ હોદ્દેદારો અને સરકારના વરિષ્ઠ મંત્રીઓનો સમાવેશ થાય છે. આ ૧૯ સભ્યોની ટીમ આગામી ચૂંટણીમાં ભાજપનો વિજય રથ આગળ ધપાવવા માટે જવાબદાર રહેશે.

ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી સમિતિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા

પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરિયા

પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ

મંત્રી પ્રદ્યુમન વાજા

સાંસદ અને પ્રદેશ ઉપપ્રમુખ રાજેશ ચુડાસમા

પ્રદેશ ઉપપ્રમુખ નટુજી ઠાકોર

અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ ગણપતસિંહ વસાવા

મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ અંજુબેન વેકરિયા

વિશેષ આમંત્રિત તરીકે સી.આર પાટીલ

વિશેષ આમંત્રિત તરીકે પરશોત્તમ રૂપાલા

વિશેષ આમંત્રિત તરીકે જીતુ વાઘાણી

પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી ફળદુ

આમંત્રિત સભ્ય તરીકે જયશ્રીબેન પટેલ

આમંત્રિત સભ્ય તરીકે વર્ષાબેન દોશી

ભાજપના કોર ગ્રુપના ૧૧ સભ્યોના નામ જાહેર કરાયા હતા


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution