બોલીવુડ અભિનેત્રી કાજોલ આ ફિલ્મ દ્વારા ડિજિટલ ડેબ્યુ કરશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, જાન્યુઆરી 2021  |   11484

મુંબઇ

કાજોલ ફિલ્મ ત્રિભંગા દ્વારા ડિજિટલ ડેબ્યુ કરી રહી છે. જેને જલદી જ રિલીઝ કરવામાં આવશે.આ ફિલ્મનું દિગ્દર્શન અભિનેત્રી રેણુકા શહાણેનું છે, તેમજ અજય દેવગણ તેનો સહાયક નિર્માતા છે. 

કાજોલે ટ્વિટર પર શેર કરતાં કહ્યું હતું કે, મેં ફિલ્મ ત્રિભંગા દ્વારા ડિજિટલ ડેબ્યુ કર્યું છે. ત્રિભંગાનો મતલબ થાય છે, ટેઢી,મેઢી, ક્રેઝી પણ સેક્સી મહિલા જેનુ ં પ્રિમિયમ ૧૫ જાન્યુઆરીના નેટફ્લિકસ પર થવાનું છે. 

આ ફિલ્મની વાર્તા પરિવાર પર આધારિત છે.રોજિંદા જીવનમાં પરિવારનું મહત્વ ધરાવતી સ્ટોરી આ ફિલ્મમાં દર્શાવામાં આવ્યું છે. આ ફિલ્મમાં એક જ પરિવારની ત્રણ પેઢીની મહિલાઓ જોવા મળશે જેના આસપાસ આ ફિલ્મની વાર્તા વણવામાં આવી છે. આ ફિલ્મમાં કાજલ સાથે મિથિલા પારકર, તન્વી આઝમી અને કુનાલ રોય કપૂર પણ કામ કરી રહ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution