/
બોલીવુડ ગેંગવાળા નિવેદને જોર પકડ્યું, એઆર રહેમાને ટ્વિટ કરી કહીં આ વાત

સંગીતકાર એ આર રહેમાનએ દાવો કર્યો કે બોલિવૂડમાં એક એવી ગેન્ગ (જૂથ) છે જેના કારણે તેમને કામ મળવામાં અડચણો આવી રહી છે. રહેમાનની આ ટિપ્પણી એવા સમયે આવી છે કે જ્યારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ગત મહિને આત્મહત્યા કર્યા બાદ બોલિવૂડમાં ઈનસાઈડર અને આઉટસાઈડર (કલાકારોના બાળકો અને બહારથી આવતા કલાકારો)ને લઈને મોટી ચર્ચા ચાલી રહી છે.

ઓસ્કર એવોર્ડ વિજેતા સંગીત ડાઈરેક્ટરને જ્યારે હિન્દી ફિલ્મોમાં ઓછા કામ કરવા અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેના જવાબમાં રહેમાને કહ્યું કે કેટલાક લોકો તેમના વિશે ફિલ્મ જગતમાં 'અફવા' ફેલાવી રહ્યા છે જેના કારણે તેમના અને ફિલ્મ નિર્માતાઓ વચ્ચે 'ગેરસમજ' પેદા થઈ રહી છે. તેમણે કહ્યુ કે હું સારી ફિલ્મોને ના નથી પાડતો પરંતુ મારું મારું માનવું છે કે એક ગેંગ છે જે કેટલીક અફવા ફેલાવી રહી છે. અને ગેરસમજ પેદા કરે છે. આથી જ્યારે મુકેશ છાબડા મારી પાસે આવ્યાં તો મે તેમને બે દિવસમાં ચાર ગીત આપ્યાં. તેમણે મને કહ્યું કે 'સર અનેક લોકોએ કહ્યું કે તેમની પાસે ન જાઓ, તેમણે મને અનેક કિસ્સાઓ સંભળાવ્યાં.'


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution