લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, મે 2026 |
4356
નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે રવિવારે ભારત સાથેના સરહદી વિવાદો અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત સાથેના સરહદી પ્રશ્નો ટેબલ ટોક અને રાજદ્વારી પ્રયાસો દ્વારા જ ઉકેલવામાં આવશે.
પીએમ બાલેન્દ્ર શાહે આ સરહદી વિવાદોમાં યુકેને સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે તર્ક આપ્યો કે વર્તમાન સરહદોના નિર્ધારણમાં બ્રિટિશ શાસનકાળની ભૂમિકા મહત્વની છે. શાહે કહ્યું, “જ્યારે બ્રિટિશ ભારત છોડી રહ્યા હતા, ત્યારે આ સમસ્યા આવનારી પેઢીઓ પર છોડી દેવાઇ હતી, જેના કારણે અમને લાગે છે કે ઇંગ્લેન્ડે પણ આ બાબતે ચિંતિત હોવું જાેઈએ.” તેમણે ઉમેર્યું કે, “આ તમામ મુદ્દાઓ ટેબલ ટોક અને રાજદ્વારી માધ્યમો દ્વારા ઉકેલવામાં આવશે.” શાહના મતે, નેપાળે ભારત સાથે પહેલેથી જ રાજદ્વારી નોટ્સની આપ-લે કરી છે. બંને દેશો એક રોડમેપ પર સહમત થયા છે, જેમાં બંને દેશોના ઈતિહાસકારો, સર્વેયરો અને પ્રાદેશિક નિષ્ણાતોને વિવાદિત વિસ્તારો સાથે જાેડાયેલા ભૌગોલિક અને ઐતિહાસિક રેકોર્ડ્સની તપાસ કરવા માટે સામેલ કરાશે.આ નિવેદન કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા જેવા પ્રદેશોને લઈને ચાલી રહેલા મતભેદો વચ્ચે આવ્યું છે.